• સોમવાર, 19 જાન્યુઆરી, 2026

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL અને ઇન્ટરનેશનલ મેચના આયોજન માટે લીલી ઝંડી

કર્ણાટક ગૃહ મંત્રાલયે શરતી છૂટ જાહેર કરી

બેંગ્લુરુ, તા.18: અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને આખરે કર્ણાટક સરકાર તરફથી આઇપીએલ અને ઇન્ટરનેશનલ મેચના આયોજન માટે લીલી ઝંડી મળી ગઇ છે. ભારતના પ્રતિષ્ઠિત પૈકિના એક ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગત જૂનમાં આરસીબીની વિકટ્રી પરેડ દરમિયાન ભાગદોડ થઇ હતી. જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદથી કર્ણાટક સરકારે આ સ્ટેડિયમ પર કોઇ પણ પ્રકારના મેચના આયોજન પર પ્રતિબંધ મુકી દીધો હતો.

આથી આ વખતે ટી-20 વર્લ્ડ કપના મેચ બેંગ્લુરુમાં આયોજિત થવાના નથી. આ ઉપરાંત આ વર્ષે આઇપીએલના રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) ટીમના મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે કે નહીં, તે નિશ્ચિત નથી. હાલ આરસીબી ફ્રેંચાઇઝીએ વૈકલ્પિક હોમ વેન્યૂ તરીકે નવી મુંબઇ અને પૂણે પસંદ કર્યાં છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર દર્શકોની સુરક્ષા માટે આરસીબી ફ્રેંચાઇઝી સ્વખર્ચે 300થી વધુ એઆઈ સીસીટીવી કેમેરા ગોઠવવાની જાહેરાત કરી ચૂક્યું છે.

હવે ગઇકાલે કર્ણાટકના ગૃહ મંત્રાલયે વિશેષ શરતો અને નિયમો સાથે ચિન્નાસ્વામી સ્ટેડિયમના દરવાજા ખોલવાની અને મેચ આયોજિત કરવાની છૂટ આપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક