• સોમવાર, 19 જાન્યુઆરી, 2026

8 દેશ પર ટ્રમ્પે ફોડયો વધારાનો ટેરિફ બોમ્બ

ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાના વિરોધની સજા : વધારાનો 10 ટકા ટેરિફ લાદ્યો, 25 ટકાની ધમકી

વોશિંગ્ટન, તા.18 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાનો વિરોધ કરતા 8 દેશ પર વધારાનો 10 % ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ડેનમાર્ક, નોર્વે, સ્વિડન, ફ્રાન્સ, જર્મની, યુકે, નેધરલેન્ડ અને ફિનલેન્ડ પર વધારાનો 10 % ટેરિફ લાદવામાં આવશે. જો ગ્રીનલેન્ડ ખરીદવાનો સોદો પૂર્ણ નહીં થાય તો આ ટેરિફ વધારીને 25 % કરવામાં આવશે તેવી ચીમકી આપી છે.

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે શનિવારે એક દ્વિપક્ષીય કોંગ્રેસનલ પ્રતિનિધિમંડળે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને તેનાં સમર્થનની ખાતરી આપવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે જો તેઓ વ્યૂહાત્મક આર્કટિક ટાપુ પર અમેરિકાનાં નિયંત્રણને ટેકો નહીં આપે તો ભારે ટેરિફ લાદવાની ધમકી આપી છે. પ્રતિનિધિમંડળના નેતા ડેલાવેરના ડેમોક્રેટિક સેનેટર ક્રિસ કુન્સે કોપનહેગનમાં જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડ અંગેના હાલના રેટરિકથી ડેનમાર્કમાં ચિંતા ફેલાઈ છે. તેઓ પરિસ્થિતિને શાંત કરવા માગે છે. મને આશા છે કે ડેનિશ લોકો અમેરિકન લોકોમાં વિશ્વાસ ગુમાવશે નહીં. તેમણે ઉમેર્યું કે, યુએસ ડેનમાર્ક અને નાટોનું આપણે સાથે મળીને કરેલાં બધાં કામ માટે સન્માન કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક