• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

સ્પેનમાં બે હાઇસ્પીડ ટ્રેનની ટક્કર: 39 મૃત્યુ

હાઈ સ્પીડ ટ્રેનનો પાછળનો હિસ્સો ટ્રેક ઉપરથી ઉતરીને બીજી ટ્રેન સાથે ટકરાયો

મેડ્રીડ, તા. 19 : સ્પેનમાં એક ભીષણ ટ્રેન દુર્ઘટનામાં 21 લોકોના મૃત્યુ થયા છે અને 75 લોકોને ઈજા પહોંચી છે. કોર્ડોબા પાસે એડમુઝ ગામ નજીક આ દુર્ઘટના બની હતી. મલાગાથી મેડ્રિડ જઈ રહેલી ખાનગી પની ઈર્યોની હાઈ સ્પીડ ટ્રેનનો પાછળનો હિસ્સો અચાનક ટ્રેક ઉપર ઉતરી ગયો હતો અને બીજી દિશામાંથી આવતી ટ્રેન સાથે ધડાકાભેર ટકરાયો હતો. દુર્ઘટના રવિવારે મોડી સાંજે બની હતી. જેમાં પહેલી ટ્રેનમાં લગભગ 300 અને બીજી ટ્રેનમાં 200 યાત્રી સવાર હતા. સ્પેનના પરિવહન મંત્રી ઓસ્કર પુએન્ટેએ મૃત્યુની સંખ્યા 21 ગણાવી હતી. તેમજ તમામ જીવિત લોકોને બહાર લાવવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. તેમણે આશંકા વ્યકત કરી હતી કે અમુક મૃતદેહો હજી પણ અકસ્માત સ્થળે હોય શકે છે.

આંદાલૂસિયાના ક્ષેત્રી અધ્યક્ષ જુઆનમા મોરેનોએ કહ્યું હતું કે, 75 યાત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 15ની હાલત ગંભીર છે. બચાવકર્મી કાટમાળમાંથી મૃતદેહોને બહાર લાવવાની કવાયત કરી રહ્યા છે. આ દુર્ઘટના ખુબ જ અસમાન્ય ગણાવવામાં આવી રહી છે. ટ્રેક ઉપરથી ઉતરી જનારી ટ્રેન અંદાજીત ચાર વર્ષ જૂની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનના બે કોચ ટ્રેક ઉપરથી ઉતરીને ચાર મીટર નીચે પહોંચી ગયા હતા. જેનાથી આગળના હિસ્સાને સૌથી વધારે નુકસાન થયું હતું.

એક યાત્રીએ કહ્યું હતું કે એક ક્ષણે તો જોરદાર ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. બાદમાં લોકોએ ઈમર્જન્સી સાધનોનો ઉપયોગ કરીને બારી તોડી બહાર આવવાની કોશિશ કરી હતી. ઘટનાસ્થળ આંતરીયાળ હોવાથી પહોંચવું મુશ્કેલ હતું. આવા સમયે સ્થાનિક લોકો ચાદર અને પાણી સહિતની વસ્તુઓ લઈને મદદ માટે પહોંચી ગયા હતા. બાદમાં સ્પેનિશ સેના, રેડ ક્રોસ અને અન્ય એજન્સીઓએ બચાવ અભિયાન શરૂ કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક