કોકો
ગોફ અને ડેનિયલ મેદવેદેવનો પણ પ્રથમ રાઉન્ડમાં વિજય
મેલબોર્ન,
તા. 19: સર્બિયાનો સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ
ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ શાનદાર રીતે કર્યોં છે. વિશ્વ નંબર 4 જોકોવિચનો પહેલા રાઉન્ડના
મેચમાં સ્પેનના ખેલાડી પેડ્રો માર્ટિનેજ વિરુદ્ધ વર્ચસ્વ સાથે 6-3, 6-2 અને 6-2થી આક્રમક
વિજય થયો છે. જોકોવિચને નજર વિક્રમી 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબ પર છે. તે લગભગ આખરીવાર
ઓસ્ટ્રેલિયન ઓપન રમી રહ્યો છે.
બીજી
તરફ મહિલા વિભાગની બીજા ક્રમની પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિયાતેક પણ બીજા રાઉન્ડમાં પહોંચી
છે. તેણીએ પહેલા રાઉન્ડમાં યૂ યુનને 7-6 અને 6-3થી હાર આપી હતી.
મેન્સ
સિંગલ્સના અન્ય એક મેચમાં રૂસી ખેલાડી ડેનિયલ મેદવેદેવનો નેધરલેન્ડના જેસ્પર ડી જોંગ
વિરુદ્ધ 7-પ, 6-2 અને7-6થી વિજય થયો હતો અને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જ્યારે
વિશ્વ નંબર 6 ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેકસ ડી મિનોરે શાનદાર પ્રદર્શન કરીને બીજા રાઉન્ડમાં
જગ્યા બનાવી હતી. આ ઉપરાંત 12 ક્રમના ખેલાડી કેસ્પર રૂડે પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ
કર્યોં છે.
મહિલા
વિભાગની ત્રીજા ક્રમની અમેરિકી ખેલાડી કોકો ગોફનો પહેલા રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનની ખેલાડી
કામિલા રાખિમોવા સામે 6-2 અને 6-3થી વિજય થયો હતો. મહિલા સિંગલ્સના અન્ય એક મેચમાં
બિન ક્રમાંકિત કવીસલેંડની ખેલાડી સ્ટોર્મ હંટરે વર્લ્ડ નંબર 40 જેસિકા માનેઇરોને 6-4
અને 6-4થી હાર આપી અપસેટ કર્યો હતો.જેસિકા માનેઇરોનો વિશ્વ ક્રમાંક 300 ઉપર છે.