પાકિસ્તાન
સામેની T-20 શ્રેણીની ઓસિ. ટીમમાં બે નવા
ચહેરા
મેલબોર્ન,
તા.19 : ટી-20 વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયા ટીમ તેના કેટલાક પ્રમુખ ખેલાડીઓની ફિટનેસને
લઈને ચિંતિત છે. ટીમનો અનુભવી ઝડપી બોલર પેટ કમિન્સ વર્લ્ડ કપના શરૂઆતના બે-ત્રણ મેચ
ગુમાવે તેવા રિપોર્ટ છે. આ દરમિયાન આજે પાકિસ્તાન વિરુદ્ધની 3 મેચની ટી-20 શ્રેણીની
ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર કરાઈ છે. આ સિરીઝ 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન લાહોરમાં
રમાશે. આ સિરીઝમાં ટી-20 વિશ્વ કપ રમનાર ત્રણ ખેલાડી પેટ કમિન્સ, જોશ હેઝલવૂડ અને ટિમ
ડેવિડને ફિટનેસની સમસ્યાને લીધે વિશ્રામ અપાયો છે. જેથી તેઓ ટી-20 વર્લ્ડ કપ વખતે ફિટ
થઈ જાય જ્યારે ગ્લેન મેક્સવેલ અને નાથન એલિસને વર્કલોડ મેનેજમેન્ટ અંતર્ગત રેસ્ટ અપાયો
છે.
પાક.
પ્રવાસની ઓસિ. ટીમના બે નવા ખેલાડી મહલી બેયર્ડમેન અને જેક એડવર્ડસને તક અપાઈ છે. આ
બન્ને ખેલાડીએ બિગ બેશ લીગમાં શાનદાર દેખાવ કર્યો છે. બન્ને ઝડપી બોલર છે. અત્રે એ
ઉલ્લેખનીય રહેશે કે અનફિટ હોવાથી પેટ કમિન્સ એશિઝ સિરીઝમાં ફક્ત 1 ટેસ્ટ મેચ જ રમ્યો
હતો જ્યારે હેઝલવૂડ એક પણ ટેસ્ટનો હિસ્સો બની શક્યો ન હતો.
ઓસ્ટ્રેલિયાની
ટી-20 ટીમ : મિચેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, જેવિયર બાર્ટલેટ, મહલી બેયર્ડમેન, કૂપર
કોનોલી, બેન ડવારશુઇસ, કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ (વિકેટકીપર), મેથ્યૂ
કુહેનમેન, મિચ ઓવેન, જોશ ફિલિપ, મેથ્યૂ રેસો, મેટ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝમ્પા.