સંઘસુપ્રીમોનો સુંદર સંદેશ :
જાતિના ભેદભાવ ભૂંસવા મનમાંથી જાતિ ભૂંસવી પડશે
મુંબઈ, તા. 18 : રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે એક ધ્યાન ખેંચતાં નિવેદનમાં જણાવ્યું હતું કે, મને અને નરેન્દ્ર
મોદીને ધર્મ જ ચલાવી રહ્યો છે.
સૃષ્ટિ અસ્તિત્વમાં આવી તો તેનાં
કામકાજ પર નિયમન કરનારા નિયમ ધર્મ બની ગયા. બધું એ જ સિદ્ધાંત પર ચાલે છે. છત્રપતિ
શંભાજીનગરમાં સંઘનાં શતાબ્દી વર્ષ નિમિત્તે યોજિત સભા સંબોધતાં સંઘસુપ્રીમો બોલ્યા
હતા કે, સંતો, ઋષિઓનું માર્ગદર્શન ભારતને મળતું રહ્યું છે.
જ્યાં સુધી આવો ધર્મ?ભારતને ચલાવશે,
ત્યાં સુધી આપણો દેશ વિશ્વગુરુ બની રહેશે, તેવું ભાગવતે ભરોસાભેર કહ્યું હતું. જાતિગત
ભેદભાવ પર તેમણે સૂચવ્યું હતું કે, આ દૂષણને ડામવા માટે મનમાંથી જાતિને ભૂંસવી પડશે.
પહેલાં જાતિ માત્ર કામ-ધંધાની
સાથે જોડાયેલી હતી, પરંતુ હવે તે ભેદભાવનું કારણ બની ગઈ છે.
સંઘ કોઈ સાથે પ્રતિસ્પર્ધા માટે
નથી, જે લોકોએ સંઘને સમજવો છે તેમણે શાખામાં જવું જોઈએ, તેવું ભાગવતે કહ્યું હતું.