ભોગ બનનારના ભાઈની ફરિયાદ
પરથી પોલીસે બે શખસોને દબોચી લીધા
અમદાવાદ, તા. 22ઃ
અમદાવાદ શહેરમાં જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સતત
અવરજવર હોય છે તેવા ગાયકવાડ જેવા વિસ્તારમાં અગાઉ
થયેલી બોલાચાલીની અદાવતમાં
યુવકને રહેસી નાખ્યો હોવાની ઘટના બની છે.
ગાયકવાડ વિસ્તારમાં જૂની
અદાવતમાં અશોક ઓડ નામના યુવકની હત્યા કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને
બે આરોપી મીત ઉર્ફે લાલો રાઠોડ અને તેના મિત્ર શાહીદખાન પઠાણની
ધરપકડ કરી છે. જો કે, મૃતકના ભાઈએ આ હત્યા એમડી ડ્રગ્સના નશામાં
કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. બે દિવસ પહેલા આરોપી મોબાઈલ ફોનમાં બીજીએમઆઈ (બેટલ
ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા) ગેમ રમી રહ્યો હતો. ત્યારે મૃતક યુવક સાથે તેને બોલાચાલી થઈ
હતી, જેની અદાવત રાખીને આ હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આકાશ ગઈકાલે નોકરીથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. હુમલામાં ગંભીર
રીતે ઘવાયેલા યુવાનનું ઘટના
સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે ગુનો નોંધી આરોપીઓની વધુ
પૂછપરછ હાથ ધરી છે.