• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

મોરબીમાં વૃધ્ધ સાથે સોદો કર્યા બાદ ફલેટ પર લોન લઇ છેતરાપિંડી ફલેટ માલિક પિતા-પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ

મોરબી, તા.23:  મોરબીમાં રહેતા વૃદ્ધે પુત્ર અને માતા પિતા વિરુદ્ધ પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે ઓનલાઈન એપ્લીકેશન પર ફ્લેટ વેચવાની જાહેરાત કરી ફ્લેટ પર લીધેલી મોટી લોનનું રેકર્ડ છુપાવી ખોટા સાટાખત કરી અવેજમાં મોટી રકમ મેળવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીને ઝડપી લીધો છે.  મોરબીના ગ્રીન ચોક નજીક નાની હનુમાન ડેરી પાસે રહેતા સુનીલકુમાર કુમુદચંદ્ર દોશી (ઉ.વ.69)એ આરોપીઓ પાર્થ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા (રહે. બધા આશુતોષ હાઈટ્સ ફ્લેટ નં 101, કાયાજી પ્લોટ મોરબી)  વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 19-6-25 ના રોજ મોબાઈલમાં ઓએલએક્સ એપ્લીકેશનમાં મોરબી રહેતા પાર્થ મહેતાએ સેમી ફર્નીચર સાથેનો ફ્લેટ વેચવાનો છે. જેનું સરનામું આશુતોષ હાઈટ્સ ફ્લેટ નં 101 કાયાજી પ્લોટ મોરબી શનાળા રોડ દર્શાવ્યું હતું જે ફ્લેટ રૂ. 50 લાખમાં વેચવાની જાહેરાત મૂકી હતી જેથી તે દિવસે ફરિયાદી અને  તેનો દીકરો ભાવિન બંને સરનામે ગયા હતા અને જાહેરાત આપનાર પાર્થ, તેના પિતા મુકેશભાઈ અને માતા હીનાબેન ત્રણેય હાજર હતા.

આ ફલેટ પસંદ આવતા આરોપીઓએ ફલેટના દસ્તાવેજની ઝેરોક્ષ  નકલ બતાવી હતી. બાદ આ ફલેટનો રૂ.41.25 લાખમાં સોદો નક્કી કર્યો હતો. બાદ ફરિયાદીએ આરોપી પાર્થ અને તેની પત્ની હિના બંને આવીને ફલેટ પેટેના રૂ.3,89,000 અને રૂ.10 લાખનો ચેક આપ્યો હતો. અને બાકીના રૂ.27.25 લાખ ત્રણ મહિના બાદ ફલેટનો  દસ્તાવેજ કરતી વખતે આપવાનું નક્કી થયું હતું. ગત તા.27/9/25ના રોજ ફરિયાદીએ ફલેટનો દસ્તાવેજ કરવા માટે કહેવા જતા આરોપીઓ આ પોતાનો ફલેટ પર લોન લીધી હોવાનું જાણવા મળતા વૃદ્ધે પોલીસ મથકમાં યુવાન અને તેના માતા-િપતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પાર્થ મહેતાની ધરપકડ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક