• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

પોરબંદરમાં ફાયનાન્સ કંપની સાથે પોણા આઠ લાખની ઠગાઈ

બે અલગ - અલગ કંપનીમાં સોનાના દાગીના ગીરવે મૂકી ખોટી વેલ્યૂ બતાવી લોન લઈ લીધી : બે શખસ સામે ફરિયાદ

પોરબંદર, તા.24: પોરબંદરમાં મણપ્પુરમ ફાઇનાન્સ કંપની સાથે બે શખસે પોણા આઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને સોનાના દાગીના ગીરવે મૂકીને ખોટી વેલ્યૂ બતાવી હતી, તેથી કંપનીના બ્રાન્ચ મેનેજરે  વિશ્વાસઘાતનો ગુનો

નોંધાવ્યો છે.

મૂળ જામનગરના ત્રણ દરવાજા પાસે અને હાલ પોરબંદરમાં સાંઇબાબાનાં મંદિર પાસે રહેતા અને લીબર્ટી રોડ પર આવેલી મણપ્પુરમ ફાઇનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા નિખીલ કમલેશ ચૌહાણ નામના 25 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોતાની ફરજ ઉપર હતા ત્યારે તા. 25-12-25ના  રોજ બીરલા કોલોની પાસે નરસી નગરમાં રહેતો મહેન્દ્રાસિંહ કેશુ વાઢેર તેને ત્યાં આવી અને એવું કહ્યું હતું કે આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સમાં અલગ- અલગ ખાતા ખોલાવીને દાગીના ગીરવે મૂક્યા છે. તે બેન્ક દાગીનાની વેલ્યૂ કરતા ઓછી રકમ આપે છે અને વ્યાજદર પણ વધારે છે જેથી મણપ્પુરમ ફાઇનાન્સ કંપનીમાં મહેન્દ્રાસિંહે લોન ટ્રાન્સફર કરાવી હતી અને તા. 8-12ના રોજ મહેન્દ્રાસિંહે ડોકયુમેન્ટ આપી  અને 9,50,000ની લોન લઇ લીધી હતી.

 ત્યારબાદ ફરિયાદી અને આરોપી બન્ને એમ.જી. રોડ પર પૂજારાના શોરૂમ પાસે આવી આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ લિમિટેડ ખાતે ગયા હતા અને મહેન્દ્રાસિંહે દાગીના મૂકયા હતા તેની પહોંચ બતાવી ત્યાંથી દાગીના છોડાવી ફરિયાદીની બ્રાન્ચ ખાતે દાગીના પ્રાથમિક તપાસ માટે

રાખ્યા હતા.

ત્યાર બાદ કંપનીનું ઓડિટ થતાં દાગીનાની વેલ્યૂ ઓછી થતાં કંપનીને રૂ.5.37 લાખનું નુકસાન થયું હતું.

જ્યારે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ નામની ફાઇનાન્સ કંપનીમાં દાગીના ગિરવે મૂક્યા. તેમાં પણ ઓડિટ દરમિયાન રૂ.2,09,322નું નુકસાન થયું હતું. આ અંગે બે શખસ વિરુદ્ધ પોલીસ મથકમાં નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક