• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

ઈરાન નજીક પહોંચવા આવી અમેરિકાની સેના

ટ્રમ્પે કહ્યું, આશા છે કે સેનાના ઉપયોગની નોબત નહીં આવે

વોશિંગ્ટન, તા. 23 : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે એક મોટી સેના ઈરાન તરફ આગળ વધી રહી છે. જો કે અમેરિકાએ આશા વ્યક્ત કરી છે કે મહિનાઓના વિરોધ પ્રદર્શન બાદ પણ સૈન્ય કાર્યવાહીથી બચી શકાય તેમ છે. જો કે ક્ષેત્રમાં તણાવ હજી પણ ચરમસીમાએ  છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ક્ષેત્રમાં વિશાળ સૈન્ય બેડો તૈનાત કર્યો છે. તેમ છતાં આશા છે કે સેનાના ઉપયોગ કરવાની નોબત આવશે નહીં.

ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા દ્વારા ખૂબ જ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. અમેરિકી અધિકારીઓના કહેવા પ્રમાણે એક એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ અને અન્ય સૈન્ય સંપત્તિઓ આગામી દિવસમાં મધ્ય પૂર્વમાં પહોંચે તેવી સંભાવના છે. જેમાં યુએસએસ અબ્રાહમ લિંકન, વિધ્વંસક જહાજો અને યુદ્ધ વિમાન સામેલ છે. આ તમામ ગયા અઠવાડીયે એશિયા પ્રશાંત ક્ષેત્રમાંથી રવાના થયા હતા. આ દરમિયાન એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે અમેરિકાનું લિંકન જહાજ ઈરાનની નજીક પહોંચી ગયું છે અને તેનાં કારણે તેહરાનમાં હાઇ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક