બે બુટલેગરનાં નામ ખૂલ્યાં ઃ ક્રાઇમ બ્રાંચે કુલ રૂ.27.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
જૂનાગઢ,
તા.19ઃ જૂનાગઢના બાટવા નજીક ગત રાત્રે ચણાના કટાની આડમાં દારૂ ભરેલા
ટ્રકને ઝડપી 885 બોટલ દારૂ,
ચણા, ટ્રક મળી કુલ રૂ.27.13 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી ત્રણ સામે પોલીસે ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની
ટીમ ગતરાત્રે વંથલી-પોરબંદર રોડ ઉપર પેટ્રાલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે,
સરાડિયા તરફથી એક ટ્રકમાં બાંટવા દારૂ લઈ
જવાઈ રહ્યો છે. દરમિયાન ટ્રક નંબર જી.જે. 01 સી.ઝેડ. 0099ને અટકાવી તલાશી લેતા તેમાં ચણાના 492
કટ્ટાની આડમાં 885
બોટલ દારૂ છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે
ટ્રક ચાલક માણાવદરના અજીમ વલીમહમદ જોખિયાની અટક કરી હતી. ચાલકની પૂછપરછ કરતા પોતે ટ્રકનો
માલિક હોવાનું અને આ દારૂનો જથ્થો બાટવાના રમણીક ભરડા અને વિશાલ નામના શખસે મગાવ્યાનું
બહાર આવ્યું હતું. પોલીસે દારૂ, ટ્રક, ચણાનો જથ્થો સહિત કુલ રૂ.27.13 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક અજીમ જોખિયા,
રમણીક ભરડા અને વિશાલ સામે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.