• રવિવાર, 08 માર્ચ, 2026

બગસરામાં જૂના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું

અમરેલી,તા.7 : બગસરા ગામે ગઈકાલે જૂના મનદુ:ખનાં કારણે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું થતાં બન્ને જૂથના લગભગ 10 જેટલા લોકોને ઈજા થતાં પ્રથમ બગસરા અને વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલા છે. બગસરા ગામે જેતપુર રોડ ઉપર આવેલા હુડકોમાં રહેતાં દીપભાઇ રમેશભાઈ ઉનાવા 20 વર્ષીય રત્નકલાકાર યુવકને તે જ ગામે રહેતાં વસીમ ઈકબાલશા શાહમદાર તથા તેના પરિવાર સાથે આશરે બે એક વર્ષ પહેલા ઝઘડો થયેલો હોય તેની યુવકે પોલીસ ફરિયાદ કરેલી હોય તે વાતનું મનદુ:ખ રાખી ગઈકાલ તા.6ના રાત્રીના આશરે આઠેક વાગ્યે પ્રથમ આ વસીમ ઇકબાલશા શાહમદારે મારામારી કરી હતી. આ જ બનાવમાં સામા પક્ષે બગસરા ગામે મફતિયા પરા પ્લોટ વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ ભીખુભાઇ શાહમદાર નામનાં 42 વર્ષીય આધેડે પણ નોંધાવતાં જણાવેલું છે કે, તેમનો દીકરો વસીમ પાન માવો ખાવા ગયેલો હતો ત્યારે ત્યાં આરોપી દીપુ રમેશભાઈ ઉનાવાએ વસીમને જેમ ફાવે તેમ ગાળો આપેલી અને ત્યાંથી વસીમ ઘરે આવતા અને અમને બનાવની વાત કરી હતી અને આ દરમિયાન આરોપી દીપ રમેશભાઈ ઉનાવા હાથમાં છરી લઈ હિરેન ભૂપતભાઈ ઉનાવા, સુરેશ જયંતીભાઈ ઉનાવા, મનીષ ભૂપતભાઈ ઉનાવા, લાલો જયંતીભાઈ ઉનાવા, હર્ષદ હિંમતભાઈ પાટડિયા તથા જયદીપભાઈ ભૂપતભાઈ ઉનાવા એ આડેધડ પાઇપ મારી દેતા બન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક