• રવિવાર, 08 માર્ચ, 2026

ન્યૂઝ ચેનલોની ઝછઙ ઉપર ચાર અઠવાડિયા રોક

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનો નિર્ણય : સનસની અને અટકળો આધારીત સામગ્રી રોકવાનો હેતુ

 

નવી દિલ્હી, તા. 7 : ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તેના સંબંધિત અહેવાલોમાં વધતી સનસની અને અટળકો આધારિત રિપોર્ટિંગ અંગે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)ને નિર્દેશ આપ્યો છે કે ન્યૂઝ ટીવી ચેનલોના ટીઆરપી (ટેલીવિઝન રેટિંગ પોઇન્ટ્સ)ના રિપોર્ટિંગને તત્કાળ પ્રભાવથી ચાર અઠવાડિયાના ગાળા માટે અથવા તો આગામી આદેશ સુધી રોકવામાં આવે.  સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે અમુક ન્યૂઝ ચેનલ બિનજરૂરી સનસની અને અટકળો ઉપર આધારીત સામગ્રી પ્રસારીત કરી રહી છે, જેનાથી સામાન્ય લોકોમાં ડર ફેલાવાની આશંકા રહે છે. વિશેષ રૂપથી એવા લોકોમાં ચિંતા વધી શકે છે જેઓના પરિજનો કે મિત્રો પ્રભાવિત ક્ષેત્રમાં રહે છે.  મંત્રાલયે પોતાના આદેશમાં 16 જાન્યુઆરી, 2024ની ટેલીવિઝન રેટિંગ એજન્સીઓ માટેની નીતિનો હવાલો આપતા કહ્યું હતું કે દિશાનિર્દેશો હેઠળ રેટિંગ એજન્સીઓએ મંત્રાલય દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતા આદેશો, નિયમો અને નિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય છે. આ જોગવાઈ હેઠળ જ બીએઆરસીને ન્યૂઝ ચેનલોના ટીઆરપી રિપોર્ટિંગને વર્તમાન સમયે રોકી દેવાનો નિર્દેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર વખતે પણ અમુક ન્યૂઝ ચેનલો દ્વારા કોઈપણ નક્કર પુરાવા કે માહિતી વિના કોઈપણ પ્રકારના બ્રેકિંગ સમાચાર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જેનાં પરિણામે શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું હતું. આવી જ સ્થિતિ ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનાં યુદ્ધના રિપોર્ટિંગ દરમિયાન બની રહી હોવાનું સામે આવતા ટીઆરપી મુદ્દે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક