અમદાવાદથી સસ્તું ઓઈલ મગાવી હીરો, હોન્ડા અને કેસ્ટ્રોલ જેવી કંપનીઓના નામે વેચવાનું મસમોટું કૌભાંડ : લાખોનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર
: તા. 17 : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ મોટી કાર્યવાહી
કરી ડુપ્લિકેટ એન્જિન ઓઈલ બનાવવાનું રેકેટ ઝડપી પાડયું છે. જાણીતી કંપનીઓના નામે નકલી
ઓઈલ પેક કરી બજારમાં પધરાવી દેવાના આ કૌભાંડમાં પોલીસે લાખોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.
કઈઇ
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડાના પીપર ચોક પાસે આવેલા એક મકાનમાં દરોડો
પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂ. 1.68 લાખથી વધુની કિંમતનો
મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ડુપ્લિકેટ એન્જિન ઓઈલના જથ્થા ઉપરાંત, નામચીન કંપનીઓના
ખાલી ડબ્બા, નકલી સ્ટીકરો અને પાકિંગ માટે વપરાતા મશીનોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં
બહાર આવ્યું છે કે આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધારો અમિત બચુભાઈ દવે (રહે. શિલ્પીનગર)
અને નિકુંજ શાંતિલાલ બારૈયા (રહે. શક્તિનગર) છે. આરોપીઓએ વધુ નફો કમાવવાની લાલચે અમદાવાદથી
સસ્તું ઓઈલ મગાવ્યું હતું. ત્યારબાદ દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાંથી હીરો, હોન્ડા,
ગલ્ફ, કેસ્ટ્રોલ અને સર્વો જેવી કંપનીઓના ખાલી ડબ્બા અને ડુપ્લિકેટ સ્ટીકરો મગાવી,
તેમાં સસ્તું ઓઈલ ભરી સીલ મારી અસલ તરીકે બજારમાં વેચતા હતા.
આ ફેક્ટરી
છેલ્લા છ મહિનાથી કાર્યરત હતી, જેના દ્વારા અનેક વાહનચાલકો અને ગેરેજ સંચાલકો સાથે
વિશ્વાસઘાત કરવામાં આવતો હતો. પોલીસે સ્થળ પર જ આરોપીઓ પાસે સમગ્ર પ્રક્રિયાનું રિહર્સલ
કરાવી વીડિયો શાટિંગ પણ કર્યું છે.
પોલીસના
જણાવ્યા અનુસાર, હાલમાં ઓઈલના સેમ્પલ લઈ એફ.એસ.એલ. (જિક) માં તપાસ અર્થે મોકલવામાં
આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી
કરવામાં
આવશે.