• મંગળવાર, 17 માર્ચ, 2026

બંગાળમાં ભાજપની 144 ઉમેદવારની યાદી જાહેર મમતા અને શુભેન્દુ અધિકારીની સીધી ટક્કરની પૂરી સંભાવના

નવી દિલ્હી, તા. 16 : ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી દીધી છે. રાજ્યમાં કુલ 294 વિધાનસભા સીટ છે. એટલે કે ભાજપે લગભગ અડધા ઉમેદવાર ઘોષિત કર્યા છે. ભાજપે આ યાદીમાં નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારીનું નામ ઘોષિત કર્યું છે. શુભેન્દુને ભબાનીપુર વિધાનસભા સીટ અને નંદીગ્રામ સીટથી ઉતાર્યા છે. તેવામાં ફરી એક વખત ભાજપે મમતા બેનરજી સામે શુભેન્દુ અધિકારીની સીધી ફાઈટનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. શુભેન્દુ અધિકારી ભબાનીપુરમાં મમતા બેનરજીને સીધી ટક્કર આપશે. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારી નંદીગ્રામમાં જીત્યા હતા જ્યારે નંદીગ્રામમાં મમતાની હાર થઈ હતી. બાદમાં સીએમ બનવા માટે વિધાયક હોવાની અનિવાર્યતાને ધ્યાને રાખીને ભબાનીપુર વિધાનસભા સીટથી પેટા ચૂંટણી લડી હતી. ટીએમસી વિધાનયક શોભનદેબ ચેટરજીએ મમતા બેનરજી માટે પોતાની સીટ ખાલી કરતા રાજીનામું આપ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક