• બુધવાર, 18 માર્ચ, 2026

વન ડે ક્રમાંકમાં સ્મૃતિ ટોચ પર હરમનપ્રિત સાતમા નંબરે

દુબઇ, તા.17: આઇસીસી મહિલા વન ડે બેટિંગ ક્રમાંકમાં ભારતીય સ્ટાર બેટર સ્મૃતિ મંધાના ટોચના સ્થાને યથાવત્ છે જ્યારે કપ્તાન હરમનપ્રિત કૌર એક સ્થાનના સુધાર સાથે સાતમા નંબર પર છે. બીજી તરફ ન્યુઝીલેન્ડની દિગ્ગજ બેટર સોફી ડિવાઇન બે સ્થાન નીચે આવીને 9મા ક્રમે આવી ગઇ છે. ભારતીય યુવા બેટર જેમિમા રોડ્રિગ્સ ટોપ ટેનની બહાર છે અને 12મા ક્રમે છે.

સ્મૃતિ મંધાના અને બીજા નંબરની આફ્રિકી બેટર લોરા વુલફાર્ટ વચ્ચે ફક્ત 8 રેટિંગ પોઇન્ટનું જ અંતર છે. સ્મૃતિના ખાતામાં 790 અને લોરાના ખાતામાં 782 પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની તેમની પાછળ 749 અંક સાથે છે. સાતમા ક્રમની હરમનપ્રિત કૌરના 6પ2 પોઇન્ટ છે.

મહિલા વન ડે બોલિંગ ક્રમાંકમાં ટોપ ટેનમાં ભારતની એકમાત્ર બોલર દીપ્તિ શર્મા (614) દસમા નંબર પર છે. જયારે વન ડે ટીમ ક્રમાંકમાં ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ પછી ભારતીય મહિલા ટીમ ત્રીજા સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક