• મંગળવાર, 17 માર્ચ, 2026

હરદીપ પુરીની પુત્રીએ કર્યો માનહાનીનો કેસ : એપસ્ટીન સાથે નામ જોડાતા નારાજ

સોશિયલ મીડિયા એકાઉન્ટસ અને પ્લેટફોર્મ્સને બનાવ્યા પક્ષકાર : 10 કરોડ રૂપિયા વળતરનો દાવો

નવી દિલ્હી, તા. 16 : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની પુત્રી હિમાયની પુરીએ પોતાની સામે ચાલી રહેલા કથિત રીતે ખોટા અને દુર્ભાવનાપૂર્ણ અહેવાલો અંગે દિલ્હી હાઈ કોર્ટમાં માનહાનીનો મુકદ્દમો દાખલ કર્યો છે. અહેવાલમાં હિમાયની પુરીનું નામ દોષિત ઠેરવવામાં આવી ચુકેલા અમેરિકી યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે જોડવામાં આવ્યું છે. અરજીમાં હિમાયની પુરીએ અદાલત સમક્ષ માગણી કરી છે કે વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અલગ અલગ હેન્ડલ્સથી પોસ્ટ કરવામાં આવેલી કથિત રીતે ખોટી અને માનહાનિકારક સામગ્રી તરત જ હટાવવાનો નિર્દેશ આપવામાં આવે. આ ઉપરાંત પોતાની છબીને નુકસાન પહોંચાડવા માટે આરોપી સોશિયલ મીડિયા હેન્ડલ્સ પાસેથી 10 કરોડ રૂપિયા વળતર માગ્યું છે.

અરજીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અજ્ઞાત વ્યક્તિઓ સામે પણ આદેશ જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. જેથી ઈન્ટરનેટ ઉપરથી વાંધાજનક અને માનહાનિકારક સામગ્રીને હટાવી શકાય. માનહાનીની અરજી અનુસાર 22 ફેબ્રુઆરી 2026થી ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટસ અને પ્લેટફોર્મ્સ ઉપર એવા આરોપ મુકવામાં આવી રહ્યા છે કે હિમાયની પુરીનો જેફરી એપસ્ટીન અથવા તેના ક્રાઈમ નેટવર્ક સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ વ્યવસાયી, આર્થિક અથવા વ્યક્તિગત સંબંધ રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક