કેલિફોર્નિયા, તા.16: ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં ઇટાલીની વિશ્વ નંબર બે ખેલાડી યાનિક સિનર અને બેલારૂસની વિશ્વ નંબર વન આર્યના સબાલેંકા અનુક્રમે પુરુષ-મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન થયા છે.
મેન્સ
સિંગલ્સના ફાઇનલમાં યાનિક સિનરનો રૂસી ખેલાડી દાનિલ મેદવેદેવ વિરુદ્ધ રસાકસી બાદ 7-6
અને 7-6થી રોમાંચક વિજય થયો હતો. ફાઇનલમાં બન્ને સેટ સિનરે ટાઇબ્રેકરમાં જીત્યા હતા.
ટૂર્નામેન્ટમાં એક પણ સેટ હાર્યાં વિના સિનર ચેમ્પિયન બન્યો છે. આ જીત સાથે સિનરે હાર્ડ
કોર્ટ પરના તમામ મેજર ટાઇટલ કબજે કરી લીધા છે. આ પહેલા આ રેકોર્ડ ફેડરર અને જોકોવિચના
નામે હતો.
મહિલા
ફાઇનલમાં નંબર વન આર્યના સબાલેંકાનો કઝાકિસ્તાનની ખેલાડી એલિના રાયબાકિના સામે ત્રણ
સેટની ટકકર પછી 3-6, 6-3 અને 7-6થી વિજય થયો હતો. પહેલો સેટ ગુમાવ્યા પછી શાનદાર વાપસી
કરી સબાલેંકા ચેમ્પિયન બની હતી. તેણીનો આ પહેલો ઇન્ડિયન વેલ્સ ખિતાબ છે.