જૂનાગઢ, તા.24 : જૂનાગઢમાં જોષીપરામાં 5.80 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલાયાની શાહી સુકાઈ નથી. ત્યાં કાજીવાડામાં એક ફ્લેટનાં તાળાં તોડી તસ્કરો 5.50 લાખના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની પ્રાપ્ય વિગત પ્રમાણે
કાજીવાડામાં આવેલા નવકાર એપાર્ટમેન્ટમાં રહેતા અને દુકાનમાં નોકરી કરતા મુસ્તફા ઉર્ફે
બાબા નાજીર શેખ (ઉં. 28) અને તેમનો પરિવાર વાસી ઇદ હોય તેથી સવારે ઘરને તાળું મારી
વંથલી તરફ ફરવા ગયા હતા અને સાંજે પરત ફરતા ઘરનાં તાળાં તૂટેલા જોઈને ચોંકી ઉઠયા હતા.
ઘરમાં તપાસ કરતા લગ્ન માટે તેમનાં
માતા-પિતાએ બચત કરેલા દોઢ લાખ રોકડા તથા સોનાના દાગીના 4 લાખની કિંમતના મળી કુલ 5.50
લાખના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાનું જણાતા આ અંગે મુસ્તફા શેખે એ ડિવિઝન પોલીસમાં
ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શ્રમિકનો આપઘાત : દાહોદના અને
જૂનાગઢના કાથરોટા ગામે પેટીયું રળવા આવેલા વિનુ શંકર પરમાર આદિવાસી (ઉં.32) એ કોઈ અગમ્ય
કારણોસર જિંદગીથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
છે.