દિલ્હી કેપિટલ્સના કેપ્ટને કહ્યંy આથી ઓલરાઉન્ડર્સનું મહત્ત્વ ઘટી ગયું : જોકે કોચ બદાણી તરફેણમાં
નવી
દિલ્હી, તા.23 : દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના
નિયમ પર નાખુશી વ્યકત કરી છે. દિલ્હી કેપિટલ્સના કોચ હેમાંગ બદાણી અને કેપ્ટન અક્ષર
પટેલની આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ તકે
અક્ષર પટેલને આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ વિશે સવાલ થયો હતો. જેના પર અક્ષરે
જણાવ્યું કે આ નિયમ ઓલરાઉન્ડરની ભૂમિકા સીમિત કરે છે. હું એક ઓલરાઉન્ડર છું એટલે મને
આ નિયમ પસંદ નથી. પહેલા ટીમમાં એવા ખેલાડી પસંદ થતાં જે બેટ અને બોલથી યોગદાન આપી શકે.
હવે દરેક ટીમો અલગ અલગ વિશેષજ્ઞ ખેલાડીઓને પ્રાથમિકતા આપે છે. જો કે આ નિયમ છે એટલે
તેનું પાલન કરવાનું રહેશે.
અક્ષર
પટેલે જણાવ્યું કે તે આ સીઝનમાં ફુલ્લી ફિટ છે અને ટીમ માટે જરૂરત મુજબની ભૂમિકા ભજવવા
તૈયાર છે જ્યારે દિલ્હી કેપિટલ્સના કોચ હેમાંગ બદાણીએ જણાવ્યું કે ઇમ્પેક્ટ પ્લેયર
નિયમથી ટી-20 ક્રિકેટમાં આક્રમકતા વધી છે. હવે 180 સ્કોર સુરક્ષિત મનાતો નથી. ટીમો
મોટા સ્કોર કરી રહી છે. આ બદલાવ આધુનિક ક્રિકેટનું રૂપ છે.