ભારતીય મૂળના અમેરિકી ઉદ્યોગપતિ કાલ સોમાનીએ ખરીદી
નવી
દિલ્હી તા.24: આઇપીએલ-2026 સીઝન અગાઉ મેદાન બહાર મોટી હલચલ થઇ છે. રાજસ્થાન રોયલ્સ
ફ્રેંચાઇઝીને નવા માલિક મળી ગયા છે. ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કાલ સોમાનીએ રાજસ્થાન
રોયલ્સ ટીમ ખરીદી છે. સોમાનીના નેતૃત્વના કંસોર્ટિયમ સમૂહે આ કરાર 1.63 અબજ ડોલર (લગભગ
1પ290 કરોડ રૂપિયા)માં કર્યોં છે. આ ડીલ આઇપીએલ સહિત ક્રિકેટ લીગ ઇતિહાસની સૌથી મોટી
ડીલ બની છે. જેણે દુનિયાભરની લીગમાં હલચલ મચાવી દીધી છે. નવો કરાર આઇપીએલ-2026 બાદ
લાગુ થશે એટલે આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનું સ્વામિત્વ જૂના માલિક પાસે જ રહેશે.
જાણીતા
કોમેન્ટેટર હર્ષ ભોગલેએ એકસ પર પોસ્ટ કરી આ જાણકારી સાર્વજનિક કરી હતી. તેમણે લખ્યું
છે કે રાજસ્થાન રોયલ્સ ટીમ 1.63 બિલિયન અમેરિકી ડોલરમાં વેંચાઇ ગઇ છે. આઇપીએલ માટે
આ મોટી ખુશખબરી છે. આ આંકડો ચોંકાવનારો છે.
ગત
વર્ષે ટોરેંટ ગ્રુપે સીવીસી કેપિટલ્સ પાસેથી ગુજરાત ટાઇટન્સ ટીમમાં 67 ટકા હિસ્સો ખરીદ્યો
હતો. આ માટે તેમણે પ02પ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. સીવીસી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ
ફ્રેંચાઇઝી 2021માં પ62પ કરોડ રૂપિયામાં ખરીદી હતી.
આઇપીએલની
વધુ એક ફ્રેંચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) પણ વેંચાણની પ્રક્રિયામાં છે.
રિપોર્ટ અનુસાર આ કરાર લગભગ બે બિલિયન ડોલર (18749 કરોડ રૂપિયા) આસપાસ થવાની સંભાવના
છે.
કોણ
છે કાલ સોમાની
ભારતીય
મૂળના અમેરિકી ઉદ્યોગપતિ કાલ સોમાની એક સીરિયલ બિઝનેસમેન તરીકે જાણીતા છે. તેમની અમેરિકી
ટેક ઇકોસિસ્ટમમાં જબરી પકડ છે. તેઓ ઘણા ગ્લોબલ દિગ્ગજોના ફાઉન્ડર અને સીઇઓ છે. જેમાં
ઇંટ્રાએજ, ટયૂઓ એન્ડ ટયૂઓ એઆઇ અને એકેડેમિયન મુખ્ય ફર્મ છે. ખેલજગતમાં કાલ સોમાનીની
પહેલેથી રૂચિ રહી છે. તેઓ મોટર સિટી ગોલ્ફ કલબના કો-ઓનર છે. કાલ સોમાનીએ કહ્યું છે
કે આ રોકાણથી અમને જબરદસ્ત સંભાવના જોવા મળી રહી છે. અમે આઇપીએલના ભવિષ્યને લઇને ઘણા
ઉત્સાહિત છીએ.