અમદાવાદ,તા.23: અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા એસઓજીની ટીમે બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ પાસે દરોડો પાડી હાઈબ્રીડ ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 258.76 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, મોબાઈલ અને અન્ય ચીજો મળી કુલ રૂ.9.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બાતમીના
આધારે એસઓજીની ટીમે રાત્રે 1:45 વાગ્યે એક શો-રૂમ પાસે તપાસ કરતા મૂળ મધ્યપ્રદેશના
અને હાલ નારોલ રહેતા શિવમ ભદોરિયા, તેનો સગીર ભાઈ અને શાસ્ત્રીનગરના જય દેસાઈને ઝડપી
લીધા હતા. પૂછપરછમાં ખુલ્યું છે કે બોપલનો પૂર્વરાજાસિંહ વાઘેલા તેમને આ જથ્થો પૂરો
પાડતો હતો અને તેઓ પ્રતિ ગ્રામ રૂ.1500માં તેનું છૂટક વેચાણ કરતા હતા. હાલમાં મુખ્ય
સપ્લાયર પૂર્વરાજાસિંહ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સગીર અને તેનો ભાઈ શિવમ ભદોરિયા મૂળ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના બડેપુરાના રહેવાસી
છે અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં નારોલ ખાતે રહે છે.અને નશાનો કાળો કારોબાર ચલાવે
છે.