• મંગળવાર, 24 માર્ચ, 2026

નાણાં પ્રવાહિતા જાળવવા અર્થતંત્રમાં 79256 કરોડ રૂપિયા ઓર્યા

- વેરિએબલ રેપો રેટની હરાજીનાં માધ્યમથી બેન્કિંગ સિસ્ટમમાં વધારાનું નાણું દાખલ

 

નવી દિલ્હી, તા.23: ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) બેન્કિંગ વ્યવસ્થામાં નાણા પ્રવાહિતા જાળવી રાખવા માટે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે એક રાતની અવધિવાળાં વેરિએબલ રેપો રેટ(વીઆરઆર) લિલામીનાં માધ્યમથી બેન્કિંગ સિસ્ટમમાં 792પ6 કરોડ રૂપિયા વધારાનું નાણું ઠલવ્યું છે. આ પગલું બેન્કિંગમાં તરલતાની ઘટ ઓછી કરવા અને નાણાકીય સ્થિરતા જાળવી રાખવાનાં ઉદ્દેશથી ભરવામાં આવ્યું છે.

વેરિએબલ રેપો રેટ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું એક નાણા નીતિ ઉપકરણ છે. તેનાં માધ્યમથી આરબીઆઈ દ્વારા બેન્કોને અલ્પકાલીન ઋણ પ્રદાન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં બેન્ક સરકારી જામીનગીરીને ગિરો મૂકીને આરબીઆઈ પાસેથી રોકડ ઉધાર લે છે. આની હરાજીની ખાસિયત એ છે કે, તેમાં વ્યાજદર નિશ્ચિત નથી હોતા બલ્કે બજારમાં માગ અને પુરવઠાનાં આધારે તે નક્કી કરવામાં આવે છે. જેને કટ-ઓફ દર પણ કહેવામાં આવે છે. આવી હરાજીનાં માધ્યમથી આરબીઆઈએ અર્થતંત્રમાં 79256 કરોડ રૂપિયા નાખ્યા છે. જો કે 1 લાખ કરોડ રૂપિયાનાં જાહેરનામા સામે આ રકમ ઘણી ઓછી છે.

ઇ-પેપરના નવા શુલ્ક