મુંબઇ તા.24: આઇપીએલની દરેક સીઝન વખતે બીસીસીઆઇ કોઇ ને કોઇ નવા નિયમ લાગુ કરે છે. આ સીઝનમાં પણ એક નવો નિયમ આવ્યો છે. જે અનુસાર બીજી ઇનિંગમાં બોલિંગ કરનાર ટીમ 10 ઓવર પછી દડો બદલાવવાની વિનંતી કરી શકશે. રાત્રીના રમાનાર મેચોમાં બીજી ઇનિંગ દરમિયાન આ નિયમ ફકત એક વખત જ લાગુ થશે. નિયમ અનુસાર દડો નવો મળશે નહીં. જે સ્થિતિમાં દડો ઘસાયેલો હશે એ પ્રકારનો બીજો દડો મળશે. આઇપીએલમાં અગાઉ અમ્પાયર પાસે દડો બદલાવવાની સત્તાનો નિયમ છે. જે ચાલુ રહેશે. દડો ભીનો થઇ જાય કે સીલાઇ તૂટી જાય કે આકાર બદલી જાય તે અમ્પાયર બીજો દડો મંગાવે છે. એ દડો જૂના દડા પ્રકારનો હોય છે.
બીસીસીઆઇએ
આઇપીએલની 19મી સીઝનની શરૂઆત પહેલા તમામ ટીમના કેપ્ટન અને મેનેજરોની એક બેઠકમાં આ જાણકારી
આપી હતી. જેમાં બીસીસીઆઇના મેચ રેફરી હેડ જવગલ શ્રીનાથ હાજર રહ્યા હતા.
આ નિયમથી
બીજી ઇનિંગમાં બોલિંગ કરનાર ટીમને ફાયદો થશે. આઇપીએલમાં અત્યાર સુધી ટોસ જીતનાર ટીમ
પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ હવે નવા નિયમથી ટોસ જીતનાર કેપ્ટન પહેલા બેટિંગ
અને બાદમાં બોલિંગનો નિર્ણય લેતા અચકાશે નહીં તેવું માનવામાં આવે છે.