• બુધવાર, 08 એપ્રિલ, 2026

ભાણવડમાં રખડતા શ્વાનના હુમલામાં 5 વર્ષનાં બાળકનું મૃત્યુ ઘર પાસે બાળક રમતો હતો અને શ્વાને કર્યો હુમલો : લોકોમાં રોષ

ખંભાળિયા, તા.7: ભાણવડના ખરાવડ વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકથી એક બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શ્વાને બચકું ભરતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. 

ભાણવડમાં એક પાંચ વર્ષનો બાળક પોતાનાં ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક રખડતા શ્વાને તેના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાળક વિરાજનું મૃત્યુ નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વહાલસોયા પુત્રનું રમત-રમતમાં જ મૃત્યુ થતા મજૂર પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી રખડતા શ્વાનોના વધી રહેલા ત્રાસ અને આતંકને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા રખડતા શ્વાનોના મુદ્દે સત્વરે નક્કર કામગીરી કરવામાં આવે, તેવી સ્થાનિકોની માગ છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક