-મિનિ વિધાનસભા: 15 મહાપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા, 260 તાલુકા પંચાયતો મળીને કુલ 396 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી
હૃષિકેશ
વ્યાસ
અમદાવાદ,
તા.7 : આગામી ડિસેમ્બર-2027માં ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાય
તે અગાઉ મિનિ વિધાનસભાની ચૂંટણી સમાન મનાતી રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા,
34 જિલ્લા અને 260 તાલુકા મળીને કુલ 396 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની કુલ 9992 બેઠક
માટે 26મી, એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણીમાં 27 ટકા ઓબીસી બેઠકોનો
અમલ અને 50 ટકા મહિલા અનામત બેઠકોનો અમલ થઈ રહ્યો હોવાથી સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં
મહિલાઓને મોટાપ્રમાણમાં પ્રતિનિધિત્વ પ્રાપ્ત થશે. આ તમામ કુલ 396 સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાની કુલ 9992 બેઠકો બેઠકોમાંથી અનુસૂચિત જાતિ માટે કુલ 348, અનુસૂચિત જનજાતિ માટે
કુલ 827, ઓબીસી-પછાત વર્ગો માટે 1159 અને સ્ત્રીઓ માટેની 2663 મળીને કુલ 4993 બેઠકો
મહિલાઓ માટે તથા અનુચિત જાતિ માટે કુલ 374, અનુસચિત જનજાતિ માટે કુલ 941, પછાત વર્ગો
માટે કુલ 1121 સામાન્ય અનામત બેઠકો ઉપરાંત 2254 સામાન્ય બેઠકો મળીને કુલ 4690 બેઠક
સામાન્ય જાહેર કરવામાં આવી છે. હવે, રાજકીય પક્ષો માટે પડકાર એ છે કે, મહાનગરો, નગરો,
જિલ્લા અને તાલુકા પંચાયતો માટેની અનામત કક્ષાની તથા સામાન્ય કક્ષાની અને અનામત તથા
સામાન્ય કક્ષાની મહિલા બેઠકો મુજબ ઉમેદવારોની પસંદગી કરાશે.
જેને
પગલે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીથી લઈ સામા પક્ષના ઉમેદવારને પરાજિત કરવા જે
તે બેઠકો મુજબ અપક્ષો ઉભા રાખવા સહિતની રણનીતિ અમલમાં મૂકાઈ રહી છે. એમ કહી શકાય કે,
અત્યારે રાજ્યમાં રીતસર રાજકીય ઘમાસાણની સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે ગુજરાતમાં
અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ જેવા બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો
હતો પરંતુ ગત ચૂંટણીથી તેમાં ઔવેસીની પાર્ટીની એન્ટ્રી થયા બાદ રાજ્યની ઘણી બેઠકો પર
ત્રિ-પાંખિયો ચૂંટણી જંગ જામે છે.
રાજ્યની
કુલ 396 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 9992 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. એમાં
અનુસૂચિત જાતિ (એસસી)ની કુલ 722 બેઠકો અનામત જાહેર કરાઈ છે. જેમાં 374 બેઠકો સામાન્ય
અને 348 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. એવી જ રીતે અનુસૂચિત જનજાતિ-(એસટી)ની કુલ
1768 જાહેર કરાયેલી બેઠકોમાંથી 941 બેઠકો સામાન્ય તથા 827 બેઠક મહિલાઓ માટે અનામત રખાઈ
છે. આ ઉપરાંત પછાત વર્ગો માટેની કુલ અનામત જાહેર કરાયેલી 2286 અનામત બેઠકોમાંથી
1127 બેઠક સામાન્ય અને 1159 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે જ્યારે 2663 બેઠક
સ્ત્રીઓ માટે અને 2254 સામાન્ય બેઠકો જાહેર કરવામાં આવી છે.
આ
ચૂંટણી માટેનું જાહેરનામું 6ઠ્ઠી, એપ્રિલે પ્રસિદ્ધ થઈ ગયા બાદ ઉમેદવારી પત્રો ભરાવાની
શરુઆત થઈ ગઈ છે અને એમાં 11મી, એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ જાહેર
કરાઈ છે એટલે હજુ ઉમેદવારી પત્રો ભરવાની આડે 4 દિવસ બાકી છે. આ બાકી દિવસોમાં તમામ
રાજકીય પક્ષો પોત-પોતાના સત્તાવાર ઉમેદવારો જાહેર કરીને તેમના ઉમેદવારી પત્રો ભરાવી
દેશે.