• બુધવાર, 08 એપ્રિલ, 2026

વીરપુરમાં લોભામણી સ્કીમોના નામે લાખોની છેતરાપિંડી કરતી 6 શખસની ટોળકી ઝડપાઈ

આરોપીઓએ રોકાણકારોના આશરે રૂ. 7.05 લાખ અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હતા

જેતપુર, વીરપુર, તા.7: વીરપુર પંથકમાં ઇનામી ડ્રો અને ઊંચા વ્યાજની લાલચ આપી ભોળા નાગરિકો પાસેથી લાખો રૂપિયા પડાવતી 6 શખસની ટોળકીને પોલીસે દબોચી લીધી છે. ‘જય જલારામ માર્કેટીંગ’, ‘શ્રી જલારામ બચત સહકારી મંડળી’ જેવી સ્કીમો હેઠળ આરોપીઓએ રોકાણકારોના આશરે રૂ. 7.05 લાખ અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હતા.

પોલીસે અમિતભાઈ ગાજીપરાની ફરિયાદના આધારે વિપુલ મેવાડા, કરણ મેવાડા, જીવણ ઉર્ફે લાલો મેવાડા, ભૂપત બાંભવા, જલેવ ઉર્ફે જલો ગમારા અને અનિલ માટિયા વિરુદ્ધ છેતરાપિંડી અને જી.પી.આઈ.ડી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે નાગરિકોને આવી લોભામણી સ્કીમોથી બચવા અને ભોગ બનનાર અન્ય રોકાણકારોને પુરાવા સાથે વીરપુર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક