નવી દિલ્હી, તા.7: દિલ્હી કેપિટલ્સ ટીમે આઇપીએલ-2026 સીઝનમાં દબદબો બનાવી રાખવો હશે તો બુધવારે રમાનાર મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ તેના શિર્ષ ક્રમના બેટધરોએ દેખાવ સુધારવો પડશે. ખાસ કરીને ટીમના સૌથી અનુભવી બેટર કેએલ રાહુલે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ ટીમ સતત બે હાર સહન કરી ચૂકી છે. હારની હેટ્રિક ખાળવા ગિલની ટીમે તમામ મોરચે દેખાવ સુધારવો જરૂરી છે.
દિલ્હી
કેપિટલ્સના બોલર્સે સારો દેખાવ કર્યો છે. આથી બે મેચમાં જીત મળી છે જ્યારે બેટિંગ મોરચો
એકલો 22 વર્ષીય અનકેપ્ડ ખેલાડી સમીર રિઝવી સંભાળી રહ્યો છે. આ સામે રાહુલ સહિતના બાકીના
બેટધરો હજુ સુધી કલીક થયા નથી. પથૂમ નિસંકા અને નીતિશ રાણા સામે ગુજરાતના ફાસ્ટ બોલર
કાગિસો રબાડા, મોહમ્મદ સિરાઝ અને પ્રસિધ્ધ કૃષ્ણાનો સામનો કરવાનો પડકાર રહેશે. રિઝવી
આક્રમક ફોર્મમાં છે. દિલ્હીનું બોલિંગ આક્રમણ મજબૂત છે. કપ્તાન અક્ષર પટેલ, લૂંગી એનગિડી,
કુલદીપ યાદવ, નટરાજન અને મુકેશકુમાર સામે ગુજરાત ટાઇટન્સના બેટધરોને પરીક્ષા થશે.
બીજી
તરફ શુભમન ગિલના સુકાનીપદ હેઠળની ટીમ ગુજરાત ટાઇટન્સે વર્તમાન સીઝનમાં હજુ પોઈન્ટ ટેબલ
પર ખાતું ખોલાવ્યું નથી. પાછલા મેચમાં શુભમન ગિલ સ્નાયૂ ખેંચાઇ જવાથી રમ્યો ન હતો.
રાજસ્થાન રોયલ્સ સામે 20પ રનનું લક્ષ્ય હાંસલ કરવાની ટાઇટન્સ પાસે તક હતી, પણ આખરી
2 ઓવરમાં 1પ રન થયા નહીં અને આંચકારૂપ હાર મળી.