• બુધવાર, 08 એપ્રિલ, 2026

અર્શદીપ અને મિસ્ટ્રી ગર્લ ચર્ચામાં

નવી દિલ્હી, તા.7: આઇપીએલ-2026 દરમિયાન પંજાબ કિંગ્સના ઝડપી બોલર અર્શદીપ સિંઘની અંગત જિંદગી ચર્ચામાં આવી છે. તાજેતરમાં અર્શદીપનો સ્નેપચેટ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે એક મિસ્ટ્રી ગર્લનો હાથ પકડી બેઠો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ આ યુવતી કોણ ? તેની શોધખોળ શરૂ થઇ હતી. રિપોર્ટ અનુસાર એ યુવતી અર્શદીપની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સમરીન કૌર છે. જે એક પંજાબી એકટ્રેસ છે. તે મૂળ રૂપે જમ્મૂ-કાશ્મીરની છે. તેણીએ મ્યૂઝિક વીડિયો અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. અર્શદીપે બે તસવીર પોસ્ટ કરી હતી. જેમાં ચેહરો બતાવ્યો ન હતો. ન્યૂ ચંડિગઢમાં એક મેચ દરમિયાન સમરીન કૌર પંજાબ કિંગ્સની જર્સીમાં જોવા મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાણવડમાં રખડતા શ્વાનના હુમલામાં 5 વર્ષનાં બાળકનું મૃત્યુ ઘર પાસે બાળક રમતો હતો અને શ્વાને કર્યો હુમલો : લોકોમાં રોષ April 08, Wed, 2026