બેંગ્લુરુ, તા. 6: પાંચ વખતની પૂર્વ આઇપીએલ ચેમ્પિયન સીએસકે ટીમે 2026 સીઝનમાં સતત ત્રીજી હાર સહન કરી છે. ગઇકાલના મેચમાં તેનો આરસીબી સામે 43 રને કારમો પરાજય થયો હતો. આ મેચમાં સીએસકેનો સ્ટાર બેટર અને વર્લ્ડ કપનો હિરો સંજૂ સેમસન નિષ્ફળ રહ્યો હતો. તે ફકત 9 રન જ કરી શકયો હતો. સીએસકે ટીમમાં જોડાયા પછી તે સતત ત્રીજા મેચમાં સીંગલ ડિઝિટમાં ઔટ થયો છે. આઇપીએલમાં સેમસનનું ફોર્મ ગાયબ થઇ ગયું છે. મેચ પછી સીએસકેના હેડ કોચ સ્ટીફન ફલેમિંગે સંજૂ સેમસનના ખરાબ ફોર્મનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઇ પણ ખેલાડી જ્યારે લાંબા સમયની એક ફ્રેંચાઇઝી છોડીને બીજી ટીમ સાથે જોડાય છે ત્યારે તેના માટે નવી ટીમમાં ફિટ થવું આસાન નથી હોતું. તે આ પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. અમને ભરોસો છે કે સેમસન જોરદાર વાપસી કરશે.
આરસીબી
સામેની હારની જવાબાદારી સીએસકે કપ્તાન ઋતુરાજ ગાયકવાડે ખુદે લીધી હતી. તેણે કહ્યું
2પ0 રનનો પીછો કરતી વખતે ટોપ ઓર્ડર બેટ્સમેનોએ મુખ્ય સહયોગ આપવો પડે છે. આજની હાર માટે
જવાબદારી મારી છે.