સુરત,તા.27: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી રાજ હેરીટેજમાં રહેતી શિલ્પા સાલવી(ઉ.35) ગત. તા. 20મી એ સવારે પતિ વિશાલ રણછોડ સાલવી(ઉ.40) સાથે હોસ્પિટલમાં જવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ હતી.. જોકે 21મીનાં રોજ પિતા પ્રદીપ કોસ્ટા(રહે.ઝારખંડ)એ શિલ્પાને ફોન કર્યો હતો. ત્યારે દીકરીનો ફોન બંધ આવતો હતો. જેથી શિલ્પાનો ફોન બંધ આવે છે, ક્યાં છે દીકરી એમ વિશાલને પૂછ્યું હતું. તે સમયે વિશાલે એમ કહ્યું હતું કે તારીખ 20ના રોજ હોસ્પિટલ ખાતે ઉતારી હતી અને પછી તે ઘરે આવી નથી. જેથી તા.24મીનાં રોજ પિતા પ્રદીપ કોસ્ટા સગા સબંધીઓને લઈને સુરત આવ્યા હતા. અને શિલ્પાના ગુમ થવા અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
શિલ્પાની
શોધ માટે પોલીસ અને સુરત આવેલા તેના પિતા વિશાલ પર જ શંકા કરી રહ્યા હતા. બીજી તરફ
પત્નીની હત્યા બાદ વિશાલ માટે છુપાવવુ એક બોજ બની ગયુ હોય તેમ ગત શનિવારે રાત્રે પુત્ર
આરવને ઘર નીચે મળ્યો હતો. અને તેને એક ચિઠ્ઠી સાથે પોતાનો મોબાઈલ ફોન આપી ગુમ થઈ ગયો
હતો. ચિઠ્ઠીમાં વિશાલ સાલવીએ લખ્યું હતું કે જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી શરૂઆતના
દિવસો સારા રહ્યા લગ્નનાં ત્રણ વર્ષ પછી જે પણ મારી પત્નીમાં બદલાવ આવ્યો અને તેને
કારણે લગ્નના સબંધમાં અનબન થવા લાગી હતી. આટલા લગ્નના વર્ષ વિતાવ્યા પછી સહન નહિ થતાં
આ ગુનો કરવા હું મજબુર બન્યો છું, મેં જે ગુનો કર્યો છે એનો હું જ જવાબદાર છું અને
બીજા કોઈની સંડોવણી નથી, 20 તારીખના રોજ મેં આ ગુનો કર્યો છે અને સબુત મારા સૌથી જુના
રહેઠાણ સહારા દરવાજા કાગજીની ચાલ લાકડાંવાળા બિલ્ડીંગની ગલીમાં પતરાવાળા મકાનમાં છે.
ત્યાં પત્નીનો મૃતદેહ છે. જેથી આ અંગે માલૂમ પડતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.
તપાસ
દરમિયાન ખંડેર મકાનના રૂમમાં પડેલી એક લાકડાની ખુલ્લી પેટીમાંથી શિલ્પાનો મૃતદેહ મળી
આવ્યો હતો. તેની ઉપર સિમેન્ટ ભરી દઈ ચણી દેવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પાણીના
અભાવે મૃતદેહ કોંક્રિટ સાથે મેલ્ટ થઈ ન હતી. પાંચ દિવસ સુધી મૃતદેહ પડી રહેવાને લીધે
મૃતદેહ ડી-કમ્પોઝ થઈ દુર્ગંધ મારવા લાગ્યો હતો. જેથી સલાબતપુરા પોલીસ મથકના પી.આઈ આર.એ
જાડેજાની ટીમ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારા પતિને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન
કર્યા હતા.