• મંગળવાર, 28 એપ્રિલ, 2026

વેગનઆરથી આવી શીશમહેલમાં ઘૂસ્યા : કેજરીવાલ ઉપર રાહુલનો પ્રહાર

અલગ રાજનીતિનું વચન આપીને કેજરીવાલે દગો કર્યો

કોલકાતા, તા. 27 : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શીશમહેલનો ઉલ્લેખ કરીને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેર્યા હતા. રાહુલ ગાંધીએ કોલકાતામાં એક રેલીને સંબોધિત કરતા આપના સંયોજક કેજરીવાલ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, કેજરીવાલે અલગ રાજનીતિનું વચન આપ્યું હતું પણ પોતાની નાનકડી ગાડી લઈને સીધા શીશમહેલ ચાલ્યા ગયા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બનરજી ઉપર નિશાન સાધ્યા બાદ રાહુલે રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, કેજરીવાલે એક નવા પ્રકારની રાજનીતિની વાત કરી હતી. કહ્યું હતું કે અલગ પ્રકારે રાજકારણ કરશે. લાલ રંગનું સ્વેટર પહેરી રાખતા હતા, જે લોકોને પણ યાદ હશે. તેઓ એક નાનકડી ગાડી વેગનઆરથી આવ્યા હતા. બાદમાં સીધા શીશમહેલના પાર્કિંગમાં ચાલ્યા ગયા હતા. કેજરીવાલે કરોડોનું ઘર બનાવ્યું, ભ્રષ્ટાચાર કર્યો અને પ્રદૂષણ ફેલાવ્યું હતું. શીલા દીક્ષિતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હતું તેને કેજરીવાલે ખતમ કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક