મેડ્રિડ, તા.26 : વિશ્વનો બીજા નંબરનો ખેલાડી સ્પેનનો સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કરાજ ફ્રેંચ ઓપનમાં તેની ખિતાબની હેટ્રિક પૂરી કરી શકશે નહીં. જમણા હાથના કાંડાની ઇજાને લીધે તેણે વર્ષની બીજી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. અલ્કાજે જણાવ્યું છે કે તે રોમમાં રમાનાર ઈટાલિયન ઓપનમાં પણ ભાગ લેશે નહીં. જ્યાં તે ગયા વર્ષે ચેમ્પિયન થયો હતો. અલ્કરાજે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચને હાર આપીને ખિતાબ કબજો કર્યો હતો. ફ્રેંચ ઓપનમાં તે પાછલા બે વર્ષથી વિજેતા હતો અને આ વખતે પણ હોટ ફેવરિટ હતો, પણ ઇજાને લીધે તેણે ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય જાહેર કર્યો છે.