• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ધોનીની વાપસીનો ઈંતઝાર વધશે : કોચ ફ્લેમિંગનો સંકેત

ચેન્નાઇ, તા.27: દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીનો મેદાન પર વાપસીનો ઈંતઝાર વધી રહ્યો છે. આઇપીએલની 19મી સીઝનમાં હજુ સુધી ધોની સીએસકે ઇલેવનમાં સામેલ થયો નથી. ધોનીને પ્રી-સીઝન અગાઉના અભ્યાસ મેચમાં પેનીની ઇજા થઇ હતી. જેમાંથી તે હજુ બહાર આવી શક્યો નથી. શરૂઆતમાં તે એક-બે મેચ ગુમાવશે તેવું જાહેર થયું હતું, પછી એક-બે સપ્તાહની વાત આવી હતી. હવે આઇપીએલનો એક હાફ સમાપ્ત થઇ ચૂક્યો છે, પણ ચાહકોને મેદાનમાં ધોનીની ઝલક જોવા મળી નથી.

સીએસકે ટીમને રવિવારના મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ 8 વિકેટે કારમી હાર મળી હતી. આ મેચ પછી હેડ કોચ સ્ટીફન ફલેમિંગે ધોનીની ફિટનેસ પર વાત કરી હતી. તેણે કહ્યંy પેનીની ઇજા હંમેશા જોખમી હોય છે. જો દોડતી વખતે ધોનીને ફરી દર્દ થશે તો તે પૂરી સીઝનની બહાર થઇ જશે. તે રીકવરી માટે સખત મહેનત કરે છે. 44 વર્ષીય ધોની અગાઉ અનફિટ હોવા છતાં આઈપીએલ મેચ રમ્યો છે, પણ હવે તેનું શરીર પહેલાની જેમ સાથ આપી રહ્યું નથી. કોચ ફલેમિંગ કહ્યું વાપસી મામલે ધોની જ આખરી ફેંસલો લેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક