બૈરકપુરમાં પીએમ મોદીએ કરી બંગાળ ચૂંટણીની અંતિમ જનસભા
નવી
દિલ્હી, તા. 27 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ચૂંટણી રેલીને
સંબોધિત કરતા એક મોટો દાવો કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે હવે તેઓ ચાર મે બાદ જ બંગાળ
પરત ફરશે જ્યારે ભાજપની સરકારનો શપથ ગ્રહણ સમારોહ હશે. મોદીએ કહ્યું હતું કે, દેશની
જતા જ તેમના માટે પરિવાર છે અને પોતાનું ઘર છોડયા બાદ તેઓ જનતા સાથે જ રહ્યા છે.
મોદીએ
સંબોધનમાં આગળ કહ્યું હતું કે, તેઓનાં અંગત જીવન અને આધ્યાત્મિક યાત્રામાં બંગાળનું
મહત્ત્વનું યોગદાન રહ્યું છે. શક્તિ પ્રત્યેની આસ્થા પણ બંગાળ સાથે જોડાયેલું એક મોટું
કારણ રહ્યું છે. બંગાળના લોકો પાસેથી તેમને ખૂબ પ્રેમ મળ્યો છે. બેરકપરમાં પોતાની રેલીને
અંતિમ જનસભા ગણાવતા મોદીએ કહ્યું હતું કે હવે તો તેઓ શપથગ્રહણ સમારોહમાં જ આવશે. આ
રીતે તેઓએ ભાજપની સરકાર બનવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.