• મંગળવાર, 28 એપ્રિલ, 2026

લખનઉ ટીમ લોથપોથ : કપ્તાન પંતનો સ્વીકાર

સુપર ઓવરની હાર પછી પંતની ટીમ પોઇન્ટ ટેબલ પર તળિયે

લખનઉ, તા.27 : આઇપીએલ-2026 સીઝનનો ગઈકાલે રમાયેલો પહેલો મેચ એવો બન્યો કે જે સુપર ઓવરમાં ગયો હતો. લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સનો મેચ 1પપ-1પપ રનના સમાન સ્કોર પર ટાઈ થયો હતો. સુપર ઓવરમાં લખનઉનો ધબડકો થયો હતો અને 3 દડામાં 2 વિકેટ ગુમાવી માત્ર 1 રન જ થયો હતો. જે કેકેઆરે સુપર ઓવરના પહેલા દડે જ કરી લીધો હતો. રિંકુ સિંહે ચોક્કો ફટકારી કેકેઆરને સુપર જીત અપાવી હતી. આ સાથે જ લખનઉ ટીમને સતત પાંચ હાર મળી હતી. આથી તે પોઇન્ટ ટેબલ પર તળિયે આવી ગઈ છે.

મેચ પછી લખનઉના નિરાશ સુકાની ઋષભ પંતે કહ્યું કે મને લાગે છે કે અમારે બ્રેકની સખત જરૂર છે. અમારે રીફ્રેશ થવું પડશે. હંમેશાં અમારી સામે પ્રેશર વાળી ગેમ હોય છે. અમારે અમારી અંદરથી જવાબ શોધવા પડશે. એક-બે ખેલાડીની વાત નથી. પૂરી ટીમ નિશ્ચિત રીતે જવાબાદર છે. આ તકે કપ્તાન પંતે આખરી ઓવર સ્પિનર દિગ્વેશ રાઢીને આપવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. આખરી ઓવરમાં રિંકુએ ચાર છક્કા ફટકારી કેકેઆરનો સ્કોર 1પપ સુધી પહોંચાડી દીધો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક