સપ્તાહ પહેલાની ઘટનામાં માત્ર હાડાપિંજર ધ્યાને આવતા તપાસ હાથ ધરાઈ
જૂનાગઢ,તા.28
: જિલ્લાના માંગરોળ પંથકમાં હિંસક પ્રાણીઓ માનવભક્ષી બન્યા હોય તેમ રહીજ ગામની સીમમાંથી
હિંસક પ્રાણીઓએ ફાડી ખાધેલી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી
ગઈ છે.
રહીજ
ગામના મૈત્રાવાડી વિસ્તારમાં અઠવાડિયા પહેલા હિંસક પ્રાણીઓએ કોઈ અજાણી 50થી 60 વર્ષની
મહિલાને ફાડી ખાધી અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ હોવાની વન વિભાગને જાણ કરતા આરએફઓ
સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. હિંસક પ્રાણીઓએ આ અજાણી મહિલાને સપ્તાહ પહેલા ફાડી
ખાધી હોવાથી તેનું હાડાપિંજર બચ્યું હતું. વનવિભાગે આ અંગે પોલીસને જાણ કરતા મહિલાના
કંકાલને ફોરેન્સિક પીએમ માટે મોકલી વન વિભાગે માનવભક્ષી જાનવરની શોધખોળ શરૂ
કરી
છે.