તળાજા:
તળાજા પંથકમાં આમળા ગામે પવન ચક્કી ઊભી કરવા માટે ફાઉન્ડેશન ભરવાના કામમાં ઝારખંડથી
મજૂરી કામે આવેલ શ્રમિકનું વાહન ચાલકની બેદરકારીનાં કારણે મૃત્યુ નીપજ્યું હતું. ગીર-
સોમનાથના પ્રાંસલી ગામના અને હાલ તળાજા રહેતા હંસરાજ નરસિંગભાઈ જાદવ કે.પી. એનર્જી
કંપની માટે પવન ચક્કી ઉભી કરવા માટે ભરવામાં આવતા ફાઉન્ડેશન કામને લઇ સુપરવાઇઝર તરીકે
નોકરી કરે છે. તેઓએ દાઠા પોલીસને નોંધાવેલ ફરિયાદમાં વહેલી સવારે 4 વાગે મશીન જે કોક્રિટ
મિક્સ કરવા માટે વપરાય છે. તેના ચાલક શિવનાથ તુલસી ઠાકોરે ગફલતભરી રીતે ચલાવી મજૂરી
કામ કરતા મનોજ નેપાલ મરાંડી (ઉં.વ.36, ઝારખંડ)ને અડફેટે લેતાં મૃત્યુ નીપજ્યું હોવાની
જાણ કરી હતી.