અફઘાનિસ્તાનની
ટેસ્ટ અને વન ડે શ્રેણીની ટીમ જાહેર
નવી
દિલ્હી, તા.27: ભારત વિરુદ્ધના એકમાત્ર ટેસ્ટની અફઘાનિસ્તાન ટીમમાં અનુભવી સ્પિનર રાશિદ
ખાન અને બેટર ઇબ્રાહિમ ઝારદાનને વિશ્રામ અપાયો છે. જો કે આ બન્ને ભારત વિરુદ્ધની ત્રણ
મેચની વન ડે શ્રેણીનો હિસ્સો બનશે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચેનો ટેસ્ટ મેચ આઈસીસી વર્લ્ડ
ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો નથી.
અફઘાનિસ્તાનની
આજે જાહેર થયેલ ટેસ્ટ ટીમમાં નાંગલ ખારોટી, બિલાલ સામી અને રહમાનુલ્લાહ જારદાનને પહેલીવાર
તક મળી છે જ્યારે કૈસ અહમદની વાપસી થઇ છે. હશમતુલ્લાહ શાહિદી ટેસ્ટ અને વન ડે બન્ને
ટીમનું સુકાન સંભાળશે. એકમાત્ર ટેસ્ટ 6 જૂનથી ન્યૂ ચંદિગઢ ખાતે રમાશે. જયારે 13થી
20 જૂન દરમિયાન 3 વન ડે મેચ રમાશે. વન ડે ટીમમાં સ્પિનર એ. એમ. ગઝનફર સામેલ કરાયો છે.
અફઘાનિસ્તાન
ટેસ્ટ ટીમ: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમનુલ્લાહ ગુરબાજ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝારદાન,
સાદિકુલ્લાહ અટલ, દારવિશ રસૂલી, રહમત શાહ, ઇકરમ અલિખીલ, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝાઇ,
શરફુદીન અશરફ, નાંગ્યાલ ખારોટી, કૈસ અહમદ, બિલાલ સામી, જિયા શારિફી અને સલીમ સાફી.