-એક તામિલ ફિલ્મ અંગેની સુનાવણીમાં અદાલતે કહ્યું, જજ કોઈ પવિત્ર ગાય નથી
નવી
દિલ્હી, તા. 28 : ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અસ્તિત્વ ધરાવે છે અને ન્યાયાધીશો સાથે
‘પવિત્ર ગાય’ તેવી મદ્રાસ હાઈકોર્ટે એક તમિલ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને
ફગાવી દેતાં ન્યાયતંત્ર અને ભ્રષ્ટાચાર વિશે આકરી અને ચર્ચા જગાવતી ટિપ્પણી કરતાં જણાવ્યું
હતું.
એક
મીડિયા હેવાલ મુજબ, સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જી.આર. સ્વામીનાથન અને વી. લક્ષ્મીનારાયણનની
બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર નિર્વિવાદ છે.
કોર્ટે
નોંધ્યું હતું કે, ભૂતકાળમાં ભ્રષ્ટ ન્યાયાધીશો અસ્તિત્વમાં હતા અને આજે પણ આવા કિસ્સાઓ
સપાટી પર આવી રહ્યા છે. જો કે, કોર્ટ પણ સમયાંતરે આવી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરે
છે.
કોર્ટે
એ પણ સ્વીકાર્યું હતું કે, બારના કેટલાક સભ્યોની સંડોવણી વિના ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર
અશક્ય છે. બેન્ચે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને ઓળખવા
અને યોગ્ય પગલાં લેવા માટે સતત સતર્ક રહે છે.
સુનાવણી
દરમિયાન, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, ન્યાયતંત્ર ટીકાથી ઉપર નથી. ન્યાયને જાહેર
ચકાસણી અને આદરપૂર્ણ ટીકાનો સામનો કરવાની મંજૂરી આપવી જોઈએ. ન્યાયાધીશોને ‘પવિત્ર ગાય’
માનવા યોગ્ય નથી.
નોંધનીય
છે કે, આ કેસ એક તમિલ ફિલ્મનો હતો, જેમાં એક દ્રશ્યમાં ન્યાયાધીશને લાંચ લેતા અને ડ્રગ્સ
લેતા દર્શાવવામાં આવ્યા હતા. અરજદારે દાવો કર્યો હતો કે, આવાં દ્રશ્યો ન્યાયતંત્રની
છબીને કલંકિત કરે છે અને બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. ફિલ્મના દિગ્દર્શક પર ન્યાયિક
પ્રણાલીને ખોટી રીતે રજૂ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.