• સોમવાર, 29 જૂન, 2026

મોરબી : હિંદુ મુસ્લિમ યુવક-યુવતીના લગ્ન કરાવી આપવાની ના પાડતા વકીલ પર હુમલો

બે યુવકો પર વકીલે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડયાની સામે પક્ષે ફરિયાદ નોંધાવી

મોરબી,તા.28:મોરબીમાં મારામારીનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે જેમાં હિંદુ મુસ્લિમ યુવક યુવતીના લગ્ન કરાવવાની નાં પાડનાર એક એડવોકેટને બે યુવકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.

    પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જયરાજાસિંહ દિગ્વિજયાસિંહ જાડેજાએ મોરબી એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે એમ.વી.વી.આઈ.એમ કોલેજમા એલ એલ બી સેમ 3માં અભ્યાસ કરે છે તેમજ રેવન્યુ અને કોર્ટ મેરેજની પણ પ્રેક્ટીસ કરે છે.ગત તા.25 ના રોજ બપોરના સમયે જયરાજાસિંહ જાડેજા કોલેજની નીચે ઉભા હતા ત્યારે તેની સાથે અભ્યાસ કરતા યુવરાજ ગઢવી અને સાહિલ સુમરા ત્યાં આવી પહોચ્યા હતા. અને કહ્યું હતુ કે હિંદુ છોકરા છોકરીના લગ્ન કરાવી આપો, જેથી જયરાજાસિંહે લગ્ન તે કરાવવાની નાં કહેતા યુવરાજ ગઢવી અને સાહિલ સુમરા ઉશ્કેરાયા હતા અને જયરાજાસિંહને ગાળો ભાંડી હતી, બાદ જયરાજાસિંહે તેને ગાળો આપવાની નાં કહેતા યુવરાજ ગઢવી વધુ ઉશ્કેરાયો હતો અને ઢીકા પાટુનો માર માર્યો હતો.

   જયારે સામે પક્ષે વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં રહેતા સાહિલ સુમરાએ પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતુ કે તે અને યુવરાજ ગઢવીએ એડવોકેટ જયરાજાસિંહને ઇન્ટર કાસ્ટ મેરેજ કરાવવાનું પૂછવા ગયા ત્યારે જયરાજાસિંહે યુવરાજ ગઢવી અને સાહિલ પર હુમલો કર્યો હતો.પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક