નવી દિલ્હી, તા. 28 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પાસપોર્ટ ઉપર પોતાનો ફોટો છપાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસના અવસરે અમેરિકી સરકારે એક લિમિટેડ એડિશન પાસપોર્ટ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ પાસપોર્ટમાં એક તરફ ગંભીર મુદ્રામાં રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર રહેશે. બીજી તરફ 1776માં અમેરિકાની આઝાદીના સમયે સાઈન કરેલા ઘોષણાપત્ર અને તે સમયની પ્રતિકાત્મક તસવીર હશે. ટ્રમ્પે પાસપોર્ટ ડિઝાઈનને પોતાના સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી.