જો કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખીશું : આપના શહેર ઉપપ્રમુખે ધમાલ મચાવી
જેતપુર, તા.28: જેતપુરમાં રહેતી
એક યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા યુવાને બીભત્સ શબ્દો બોલ્યા અને તે બાબતે યુવતી
તેણીના માતા પિતાને વાત કરતા તેઓ યુવકને ટપારવા જતા યુવક અને તેના ભાઈએ તેઓને પણ જાહેરમાં
ગાળો આપી યુવતીના પિતાને તમાચો મારી દીધાની ફરીયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જેતપુરમાં રહેતી એક યુવતી પોતાના
ઘરે જતી હતી ત્યારે તે જ વિસ્તારમાં રહેતો ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો કપિલ ઉર્ફે ટીનો
દયારામ નિમાવત નામનો શખ્સ યુવતીને જોઈને બીભત્સ શબ્દ બોલેલ. જેથી યુવતીએ ત્યાંથી જ
તેણીના પિતાને કોલ કરતા તરત જ તેણીના માતા-પિતા ત્યાં આવી પહોંચ્યા હતાં. જેઓ ટીનાને સમજાવતા હતા કે ઘર પાસે જ રહેવું અને
બીભત્સ શબ્દ બોલી છેડતી કરવી આવું સારું ન લાગે ત્યાં ટીનાનો મોટા ભાઈ કે જે આમ આદમી
પાર્ટીમાં શહેર ઉપપ્રમુખ છે તે રવિ નિમાવત પણ ત્યાં આવી પહોંચ્યો અને બંને ભાઈઓએ સાથે
મળી જાહેરમાં બેફામ બીભત્સ ગાળો આપી અને ટીનાએ યુવતીના પિતાના ગાલ પર તમાચા માર્યા
અને ત્યાંથી જતા જતા પણ ફરીયાદ કરશો તો જોય લઈશું જેવી ધમકી આપતા ગયાં.