• સોમવાર, 29 જૂન, 2026

ફીફા વર્લ્ડ કપના રાઉન્ડ-32નું ચિત્ર સ્પષ્ટ

ન્યૂયોર્ક તા.28: ફૂટબોલ વર્લ્ડ કપ-2026ના રાઉન્ડ-32 માટેની ટીમો ફિકસ થઇ ચૂકી છે. ફીફા વર્લ્ડ કપનો પ્રારંભ કુલ 48 ટીમો સાથે થયો હતો. તેમાં હવે 16 ટીમો બહાર થઇ ગઇ છે. જે ટીમો બહાર થઇ છે તેમાં ઉરૂગ્વે, તૂર્કિ અને કોરિયા જેવી મોટી ટીમ સામેલ છે. જયારે બોસ્નિયા, કેપ વર્ડે, કોંગો, ઇકવાડોર જેવી ટીમો અપસેટ કરી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે. આફ્રિકા ખંડની 9 ટીમ પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે.

રાઉન્ડ-32માં પહોંચનાર ટીમો

ગ્રુપ-અ   મેક્સિકો, દ. આફ્રિકા

ગ્રુપ-ઇ    સ્વિત્ઝરલેન્ડ, કેનેડા,બોસ્નિયા

ગ્રુપ-ઈ    બ્રાઝિલ, મોરક્કો

ગ્રુપ-ઉ    અમેરિકા,ઓસ્ટ્રેલિયા, પરાગ્વે

ગ્રુપ-ઊ   જર્મની,આઇવરી કોસ્ટ, ઇક્વાડોર

ગ્રુપ-િ   નેધરલેન્ડ,જાપાન, સ્વીડન

ગ્રુપ-ઋ   બેલ્જિયમ, ઇજીપ્ત

ગ્રુપ-ઇં    સ્પેન, કેપ વર્ડે

ગ્રુપ-ઈં    ફ્રાંસ, નોર્વે, સેનેગલ

ગ્રુપ-ઉં    આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, અલ્જીરિયા

ગ્રુપ-ઊં   કોલંબિયા, પોર્ટૂગલ, કોંગો

ગ્રુપ-ક    ઇંગ્લેન્ડ, ક્રોએશિયા, ઘાના

બહાર થનાર ટીમો

દ. કોરિયા, ઝેક ગણરાજય, કતર, સ્કોટલેન્ડ, હૈતિ, તૂર્કિ, કુરાકાઓ, ટયૂનિશીયા, ઇરાન, ન્યુઝીલેન્ડ, ઉરૂગ્વે, સાઉદી અરબ, ઇરાક, જોર્ડન, ઉઝબેકિસ્તાન અને પનામા.

ઇ-પેપરના નવા શુલ્ક