બોટાદ,
તા.2: અલગ-અલગ રાજ્યોના સાયબર ફ્રોડના રૂ. 4,20,792 પોતાના બેંક ખાતામાં મેળવી સગેવગે
કરનાર બોટાદના આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ
જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમન્વય પોર્ટલ પર શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ
હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન ગઢડા તાલુકાના હરીપર ગામના પ્રકાશ ઓધાભાઈ
રોજાસરાના બેંક ઓફ ઈન્ડિયાના કરંટ ખાતામાં તા.12-02-2025થી 03-12-2025 દરમિયાન રૂ.
4,20,792ના સાયબર ફ્રોડના નાણાં જમા થઈ સગેવગે કરાયા હોવાનું બહાર આવ્યું હતું. આ ખાતા
સામે એનસીસીઆરપી/સમન્વય પોર્ટલ પર કુલ 59 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આ અંગે
બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં
આવી છે.