ગોંડલ, તા.1ઃ
ગોંડલના નવા
માર્કાટિંગ યાર્ડ
પાસે કપાસનો
વેપાર કરતા
એક વેપારીની
પેઢીને સોશિયલ
મીડિયા પર
જીએસટી કૌભાંડ
આચરતી બોગસ
પેઢી તરીકે
બદનામ કરી,
જાનથી મારી
નાખવાની ધમકી
આપીને 21 લાખની
ખંડણી વસૂલવામાં
આવી હોવાની
ચોંકાવનારી ઘટના
સામે આવી
છે. આ
અંગે ગોંડલ
સિટી બી
ડિવિઝન પોલીસે
ચાર શખ્સો
વિરુદ્ધ ગુનો
નોંધી કાયદેસરની
કાર્યવાહી હાથ
ધરી છે.
પ્રાપ્ત
વિગતો મુજબ
ગોંડલના ચોકસી
નગરમાં રહેતા
અને ‘જાસ્વી
ટ્રાડિંગ’ નામે
કપાસનો વેપાર
કરતા મેહુલભાઈ
ભરતભાઈ રૈયાણી
એ બી’ડીવીઝન
પોલીસમાં કરેલી
ફરિયાદ મુજબ
ત્રણ મહિના
પહેલા તેમના
પિતરાઈ ભાઈએ
ફેસબુક પર
મુકાયેલી એક
પોસ્ટ બતાવી
હતી. આ
પોસ્ટ હિતેશ
સાકરીયા નામના
શખ્સના આઈડી
પરથી શેર
કરવામાં આવી
હતી, જેમાં
દિલ્હી સીજીએસટી
સેવા કેન્દ્રને
સંબોધીને લખાયેલી
એક અરજીનો
ફોટો હતો.
આ અરજીમાં
ગોંડલ યાર્ડની
કેટલીક પેઢીઓ
બોગસ બાલિંગ
અને ટેક્સ
ચોરીનું મોટું
કૌભાંડ આચરતી
હોવાનો આક્ષેપ
કરી ‘જાસ્વી
ટ્રાડિંગ’નું નામ
પણ દર્શાવવામાં
આવ્યું હતું.
પીયૂષ
રાદડિયા, હિતેશ
સાકરિયા અને
કાળો કોટ
પહેરેલો એક
અજાણ્યો વકીલ
જેવા માણસે
વેપારી પાસે
30 લાખની માગણી
કરી હતી.
વેપારીએ આજીજી
કરતા આખરે
21 લાખ આપવાનું
નક્કી થયું
હતું. આ
શખસો એ
જો આ
બાબતે કોઈને
વાત કરશે
તો જાનથી
મારી નાખવાની
ધમકી પણ
આપી હતી.
બાદ પણ
વધુ પૈસા
માટે ત્રાસ
આપતા અંતે
મામલો પોલીસ
મથકે પહોચ્યો
હતો.