ISIS-Kની છાવણીઓને તાલિબાન સરકારે
નિશાન
બનાવી : પાકિસ્તાની હુમલાનો લીધો બદલો
કાબુલ,
તા. 1 : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ હવે ખતરનાક વળાંકે પહોંચી છે. જૂનના
અંતમાં પાકિસ્તાને કરેલા હુમલાના જવાબમાં હવે અફઘાનિસ્તાન પણ પલટવાર કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનની સત્તામાં રહેલી તાલિબાન સરકારે પાકિસ્તાની સીમામાં ઘુસીને મોટા હવાઈ
હુમલા અને ડ્રોન સ્ટ્રાઈક કરી હતી. તાલિબાન પ્રશાસને સત્તાવાર દાવો કર્યો હતો કે પાકિસ્તાનના
બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રહેલા આઈએસઆઈએસ-કેના આતંકી ઠેકાણાઓને સફળતાપુર્વક
નિશાન બનાવવામાં આવ્યા છે.
અફઘાન
ન્યુઝ એજન્સી અનુસાર ઈસ્લામિક અમીરાતના રક્ષા મંત્રાલય તરફથી પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકની
સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની વાયુસેનાએ હુમલાને અંજામ આપ્યો હતો.
રક્ષા મંત્રાલયે પોતાની સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવતા સ્પષ્ટ કર્યું હતું કે, નિશાને
લેવામાં આવેલા વિસ્તારનો ઉપયોગ અફઘાનિસ્તાનની અંદર નિર્દોષ નાગરિકો ઉપર જીવલેણ હુમલા
કરવા અને મોટાપાયે તોડફોડની સાજિશ રચવા માટે કરવામાં આવતો હતો.
POKમાં પાક સામે રોષ પરાકાષ્ઠાએ
ઈસ્લામાબાદ,
તા. 1 : પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાન સરકાર સામે વિરોધ પ્રદર્શન વધુ
તીવ્ર બની ગયાં છે. રાવલકોટના ઈદગાહ ગ્રાઉન્ડ પર એકઠા થયેલા હજારો લોકોએ એકી અવાજે
કહ્યું હતું કે, પીઓકે પાકનો ભાગ નથી. જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટીના પ્રમુખ નેતા
શૌકત નવાઝ મીરની બે સાથી સાથે ધરપકડ કરી લેવાઈ હતી. પીઓકેમાં કમિટીના 600થી વધુ નેતા
અને કાર્યકરોની અટક કરાઈ છે. શૌકત નવાઝ સહિત નેતાઓની માહિતી આપનારાઓ માટે પાક સરકારે
એક કરોડનું ઈનામ ઘોષિત કર્યું હતું. પ્રદર્શન દરમ્યાન સમિતિના નેતા સરદાર અમન ખાને
કહ્યું હતું કે, પીઓકેના લોકોને પાકના રાશનની જરૂર નથી, પાકને અમારી જરૂર છે. તેમણે
કહ્યું હતું કે, પાકિસ્તાની સરકાર આંદોલનનો
અવાજ દબાવવા માટે જરૂરી સામાનનો પુરવઠો રોકી રહી છે.
પાકની
ભારતને પોકળ ધમકી
નવી
દિલ્હી, તા. 1 : સિંધુ જળસંધિ મામલે ભારત અને પાકિસ્તાનમાં વકરેલી તાણ વચ્ચે પાકના
નેતાઓના મગજ ચસ્કી ગયાં હોવાની પ્રતીતિ કરાવતાં નિવેદનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી
(પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી નાખી છે. એક આંતરરાષ્ટ્રીય
સેમિનારમાં બિલાવલે કહ્યું હતું કે, પાકિસ્તાનના પાણી રોકવાની કોશિશ કરાશે, તો તે માત્ર
પર્યાવરણ કે કૂટનીતિક વિવાદ નહીં, પરંતુ દેશના અસ્તિત્વ પર હુમલો મનાશે.
બિલાવલ
ભુટ્ટો ઝરદારીએ આરોપ મૂક્યો હતો કે, ભારત દબાણ
લાવવાના હથિયારરૂપે પાણીનો ઉપયોગ કરી રહ્યું છે.
સિંધુ
નદી પાક માટે કોઇ સોદેબાજીનો મુદ્દો નથી, પરંતુ જીવાદોરી છે, એટલે જ પાકિસ્તાન પોતાના
પાણી, પોતાની સંધિ, પોતાની સંપ્રભુતા અને પોતાના ભવિષ્યની રક્ષા કોઇ પણ ભોગે કરશે.