પોરબંદર, તા.1ઃ
પોરબંદરના વાઘેશ્વરી
પ્લોટમાં આવેલા
રોયલ પેલેસ
એપાર્ટમેન્ટમાં રહેતા
કિશોરભાઈ પ્રભુદાસભાઈ
રૂપારેલિયાએ પોલીસમાં
ફરિયાદ નોંધાવી
છે કે
તેની મોટી
દીકરી નીકિતાની
પહેલી જુલાઈના
સગાઈ અને
બીજી જુલાઈના
લગ્ન હોવાથી
તેમના ઘરે
અંગત સગા
સંબંધીઓ આવ્યા
હતા. એ
સિવાય દીકરીને
તૈયાર કરવા
માટે બ્યુટી
પાર્લરનું કામ
કરવા રાજકોટથી
એક યુવતી
આવી હતી.
તારીખ 30 જૂનના
ઘરના સભ્યોને
બહારથી આવેલા
મહેમાનો અલગ
અલગ સમયે
હોટલમાં બહાર
જમવા ગયા
હતા અને
ત્યારબાદ 12ઃ30
વાગ્યે દીકરીના
ઘરેણા કબાટમાં
રાખ્યા હતા
તેથી દાગીનાનું
લિસ્ટ બનાવવા
માટે કબાટમાંથી
ઘરેણા કાઢવા
જતા ચાવી
કબાટમાં લગાડેલી
હતી. જેથી
કબાટ ખોલીને
તપાસ કરતા
અંદાજે 8,12,500ના
દાગીના ચોરાઈ
ગયેલા હોવાનું
બહાર આવ્યું
હતું.પોલીસે
યુવતીના પિતાની
ફરિયાદના આધારે
ગુનો નોંધી
કાર્યવાહી હાથ
ધરી છે.