• શુક્રવાર, 03 જુલાઈ, 2026

એક મિનિટમાં સવા લાખ ટ્રેન ટિકિટ બુક થશે

રેલ્વેની અઈંથી સજ્જ રિઝર્વેશન સિસ્ટમની તૈયારીઃ ટિકિટ બુકિંગમાં પાંચ ગણો વધારો થશે

નવી દિલ્હી, તા. 2 ભારતીય રેલવેની યાત્રી રિઝર્વેશન પ્રણાલી અત્યાધુનિક હાઈટેક થવા જઈ રહી છે. મોટા બદલાવ બાદ રેલવેની નવી એઆઈથી સજ્જ  સિસ્ટમ દર મિનિટે સવા લાખ ટિકિટ બુક કરી શકશે, જે અત્યારની સિસ્ટમથી પાંચ ગણી વધારે છે.

આજની તારીખે એક મિનિટમાં માત્ર 25 હજાર ટિકિટ બુક થઈ શકતી હોવાથી તત્કાલ બુકિંગ અથવા ભારે ભારણના સમયે યાત્રીઓ પરેશાન થાય છે.

સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ (ફીસ) જણાવ્યું હતું કે, ટિકિટ બુકિંગમાં પાંચ ગણો વધારો થવાથી સિસ્ટમની કામગીરીમાં મોટો સુધારો થશે.

સિસ્ટમથી ભારતીય રેલવે યાત્રીઓની રિઝર્વેશનની વધતી માંગને ગતિભેર પુરી કરી શકશે. ખાસ તો તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે એપ કે વેબસાઈટ હેંગ થવાથી સમસ્યામાં રાહતની આશા છે.

ઉપરાંત, એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થતાં ટ્રેનોના નિભાવની કામગીરી કોઈ ખરાબી આવે તેનાથી પહેલાં થઈ જશે, જેનાં કારણે દુર્ઘટનાઓ પણ રોકી શકાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક