• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ઇરાનમાં શાંતિ સ્થપાય તો ભાંગવા માટે જહાજોની સંખ્યા વધી જશે

રાજકોટ,તા. 2 (ફૂલછાબ ન્યૂઝ) ઇરાન અને અમેરિકા વચ્ચે યુધ્ધની સ્થિતિ હળવી થાય અને ભૂરાજાકિય તણાવ પણ ઓછો થઇ જાય તો અલંગમાં ભાંગવા માટે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો જરુર થઇ જશે તેમ નિષ્ણાતો જણાવે છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો દૂર થવાને લીધે કિંમત પર દબાણ આવશે પણ જહાજોને ભાંગવા માટે રિસાયક્લિગ બજારો સુધી પહોંચવામાં વધુ સમય લાગશે.

અલંગના એક શિપ બ્રેકર કહે છે, લાલ સમુદ્રનો માર્ગ જોખમી છે પણ તે જોખમમુક્ત થશે તો જહાજો જલ્દી તોડવા તરફ આગળ વધી શકશે નહીં. કારણકે જહાજ માલિકો સલામતીની ખાતરી કરવા માટે બે ત્રણ મહિના વધુ રાહ જોઇ શકે છે. કારણે વર્ષના અંતમાં કે નવા કેલેન્ડર વર્ષમાં જહાજોનું આગમન વધી શકે છે.

અત્યારે લાંબા સમયથી ચાલી આવતી જહાજોની અછતની સ્થિતિ શાંતિના સમયમાં ટળશે અને પુરવઠો વધશે તો તોડવા માટે મૂકવાની ક્ષમતા ઓછી પ્રાપ્ત હશે એમ માનવામાં આવે છે. રિસાયક્લિગ બજારોમાં જહાજોનો પુરવઠો હાલમાં ઓછો છે. ખરીદદારો અને યાર્ડ્સમાં સ્પર્ધાનું તત્વ ઉંચું રહે છે. બાદમાં જથ્થો મળશે પણ પ્લોટસ કદાચ ઓછાં ખાલી હશે એમ જાણકારો અનુમાન કરી રહ્યા છે.

જૂના એલએનજી સ્ટીમ ટર્બાઇન જહાજો વર્ષની શરૂઆતમાં વ્યાપારી ખામીઓને કારણે મુખ્ય રિસાયક્લિગ ઉમેદવાર તરીકે જોવામાં આવતા હતા, તેઓ પણ ડિમોલિશન માર્કેટમાંથી મોટાભાગે ગાયબ થઈ ગયા છે. કારણ કે હાલ તેમાં માલ વહન વધ્યું છે. જ્યારે ઓછા જહાજો બહાર આવે છે, ત્યારે દરેક ખરીદદારો લેવા માટે સ્પર્ધામાં ઉતરી જાય છે. ભાવ પણ ઉંચો ભરે છે.

ઈરાનમાં યુદ્ધનો અંત આવશે અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો દૂર થશે તો કિંમતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. કન્ટેનર માર્કેટમાં ગયા વર્ષે રિસાયક્લિગ માટે અનેક જહાજો આવવાના હતા પરંતુ તે બધા ડાયવર્ઝન દ્વારા શોષાઈ ગયા છે. ખરેખર તો  એક સમયે બજારમાં ઘણા બધા જહાજો આવવાથી કોઈને ફાયદો થતો નથી કારણ કે ત્યારે ભાવ ઘટી જાય છે તેમ જાણકારો કહે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક